Sunday, January 5, 2025

સમસ્ત સનાતન હીન્દુ સમાજ દ્રારા આયોજીત “એક શામ રામ કે નામ” કાર્યક્રમ યોજાશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

સમસ્ત સનાતન હીન્દુ સમાજ દ્રારા આયોજીત “એક શામ રામ કે નામ” સંગીત સંધ્યા(લાઈવ ઓરકેસ્ટ્રા) કાયઁક્ર્મ અંગે તા.૧૯/૧/૨૦૨૪ શુક્રવાર ના રોજ રાત્રે ૯ઃ૦૦ વાગ્યે લોહાણા વિધાથીઁ ભવન ખાતે અગત્યની મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું છે

જેથી આયોજકો દ્વારા તમામ સનાતન હીન્દુ સમાજ ને જણાવાયું છે કે તા.૨૨/૧/૨૦૨૪ ના રોજ ૫૦૦ વષઁ પછી અયોધ્યા રામમંદીર નું પુનઃનિમાઁણ થયું છે અને ભગવાન શ્રી રામચંદ્ર મંદીર મા બીરાજમાન થવાના છે આ શુભ દીવસ ની પુવઁ સંધ્યા એ આ ક્ષણ ની ખુશી વ્યક્ત કરવા અને શ્રી રામચંદ્ર ભગવાન મા ભક્તિમય થઈ અને સમગ્ર મોરબી વાસીઓ આ આનંદોત્સવ માં સહભાગી થાય તે માટે તા.૨૧/૧/૨૦૨૪ રવિવાર ના રોજ સાંજે ૮ઃ૩૦ વાગ્યે મોરબી મધ્યે “નગર દરવાજે” “એક શામ રામ કે નામ” લાઈવ ઓરકેસ્ટ્રા સાથે સંગીત સંધ્યા કાયઁક્રમ ના આયોજન માટે અગત્યની મીટીંગ રાખેલ છે.

આ કાયઁક્રમ સમગ્ર હીન્દુ સમાજ નો હોય તમામ પત્રકાર મિત્રો, દરેક સમાજ ના પ્રમુખો અને આગેવાનો, ઘામિઁક સંગઠનો , વેપારીએસોશીએશન,
ધામિઁક સંસ્થાઓ,સેવાકીય સંસ્થા ના સંચાલકો,વિવિધ જ્ઞાતિઓ ના ચાલતા સેવાકીય મંડળ(યુવક મંડળ) , ગણેશ ઉત્સવ સમિતિ તથા આયોજકો, ગરબી મંડળ ના આયોજકો , મોરબી શહેર તથા નજીક ના વિસ્તારો માં આવતા મંદીરો ના પુજારી તથા ટ્રસ્ટી ઓ ,ધુનમંડળ ના સભ્યો સાથે મોરબી મા વસતા સમગ્ર સનાતની હિન્દુ ઓ ને આ મીટીંગ મા પધારવા ભાવભયુઁ આમંત્રણ આપવામાં આવ્યું છે

ખાસ નોંધ- આ કાયઁક્રમ માટે કોઈ પણ વ્યક્તિ,સંસ્થા,કે એસોશીએશન પાસે થી સહયોગ નિધી અસ્વીકાયઁ છે.(ફાળો લેવાનો નથી)

વિશેષ માહીતિ/સુચના માટે સંપકઁ સુત્ર
પુષ્પરાજસિંહ જાડેજા – ૯૩૦૪૧૭૭૭૭૭
ભાવેશભાઈ દોશી – ૯૪૨૬૯૪૨૪૪૯ નો સંપર્ક કરવા જણાવાયું છે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર