દારૂ પર બુલ્ડોજર ફેરવી દેવાયું:વાંકાનેર પોલીસે રૂ.3.65 લાખના દારૂ પર બુલડોઝર ફેરવ્યું
વાંકાનેર: વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન તથા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા વિદેશીદારૂ કી.રૂ.૩,૬૫,૩૩૫/- ના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો.
વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન તથા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમા અલગ-અલગ કુલ-૧૦ ગુન્હાઓમા પકડાયેલ વિદેશી દારૂનો નાશ કરવાની મંજુરી નામદાર કોર્ટ તરફથી મળતા આજરોજ વાંકાનેર-ચોટીલા નેશનલ હાઇવે પાસે ગારીડા ગામ તથા રંગપર ગામ વચ્ચે હોટલ તિરર્થ પાસે આવેલ જુના પડતર ડામર રોડ ખાતે બંન્ને પોલીસ સ્ટેશનનો મુદ્દામાલ કુલ બોટલો તથા બિયરટીન મળી. કુલ નંગ-૨૨૧૦ કી.રૂ.૩,૬૫,૩૩૫/- ની કીંમતનો વિદેશી દારૂ સબ ડીવીજન મેજિસ્ટ્રેટ વાંકાનેર એસ.એમ ગઢવી તથા નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક મોરબી પી.એ.ઝાલા તથા ઈન્સ્પેક્ટર નશાબંધી અને આબકારી શાખા-રાજકોટ એસ.આર મોરી તથા સર્કલ પો.ઈન્સ વી.પી. ગોલ તથા પોલીસ ઈન્સ્પેક્ટર વાંકાનેર સીટી પો.સ્ટે પી.ડી. સોલંકી તથા પોલીસ સબ ઈન્સ્પેક્ટર વાંકાનેર તાલુકા પો.સ્ટે એલ.એ.ભરગા તથા સ્થાનિક પોલીસ સ્ટાફની હાજરીમાં રોલર ફેરવી નાશ કરવામા આવેલ છે.