શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે મોરબી જીલ્લામાં નોનવેજ પર પ્રતિબંધની હિંદુ સંગઠનોની માંગ
૫૦૦ વર્ષની પ્રતીક્ષા બાદ અયોધ્યામાં ભવ્ય શ્રી રામ મંદિર બનીને તૈયાર થયું છે અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી થવાની છે ત્યારે તા. ૨૨ જાન્યુઆરીના રોજ મોરબી જીલ્લામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે મોરબી જીલ્લામાં નોનવેજ પર પ્રતિબંધની હિંદુ સંગઠનોની માંગ મુકવામાં આવે તેવી માંગ સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું છે
હિંદુ યુવા વાહિની, જય મહાકાલ સતવારા મિત્ર મંડળ મોરબી અને આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ સહિતના હિંદુ સંગઠનોએ જીલ્લા કલેકટરને આવેદન પાઠવી જણાવ્યું છે કે તા. ૨૨ ના રોજ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી થવાની છે ૫૦૦ વર્ષના સંઘર્ષ બાદ શ્રી રામ મંદિર તૈયાર થઇ રહ્યું છે અત્યાર સુધીમાં નાના મોટા ૭૭ યુદ્ધ રામ મંદિર માટે થઇ ચૂકયા છે
જેમાં આશરે ૪ લાખ કારસેવકોએ મંદિર હેતુ માટે પોતાના પ્રાણોની આહુતી આપી છે હિંદુ સમાજની આસ્થા અને ગર્વ દિવસ સમાન ૨૨ જાન્યુઆરીના દિવસે ભવ્ય મહોત્સવ ઉજવાશે ત્યારે સમગ્ર દેશ સાથે મોરબી જીલ્લામાં દરેક સોસાયટી અને વિસ્તારમાં આરતી, પૂજા કરવામાં આવશે જેથી હિંદુ સમાજની લાગણી અને માંગણીને ધ્યાને લઈને એક જાહેરનામું પ્રસિદ્ધ કરી ૨૨ જાન્યુઆરીના રોજ મોરબી જીલ્લામાં સંપૂર્ણ નોનવેજ પ્રતિબંધ મુકવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે