મોરબી:રફાળેશ્વર નજીકથી પકાયેલ ડુપ્લીકેટ દારૂ બનાવવાની ફેક્ટરીમા ગોડાઉન માલિકની ધરપકડ
મોરબી: મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ડુપ્લીકેટ (બનાવટી) ઇંગ્લીશ દારૂ બનાવવાની પકડેલ ફેકટરીમાં ગોડાઉન માલીક અરવિંદભાઇ બચુભાઇ લક્ષ્મણભાઇ કોરીંગાની ધરપકડ કરી જેલ હવાલે કરતી મોરબી લોકલ ક્રાઈમ બ્રાંચ.
મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમમાં રફાળેશ્વર રેલ્વે ફાટક પાસે રફાળેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, ખાતે આવેલ બાલાજી એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉન ખાતેથી બનાવટી ઇગ્લીશદારૂ બનાવવાની ફેકટરી જે તે વખતે સ્થળ ઉપરથી બનાવટી ઇગ્લીંશદારૂ બનાવવા અંગેનો મુદામાલ તથા તૈયાર કરેલ ઇંગ્લીશ દારૂની બોટલો વિગેરે મુદામાલ તથા કુલ-૧૧ ઇસમોને પકડી પાડી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સી. પાર્ટ પ્રોહી કલમ ૬૫એ.ઇ,૧૧૬બી,૮૧ મુજબનો ગુનો રજીસ્ટર કરાવેલ હોય જે ગુનાના કામેની આગળની તપાસ મોરબી એલ.સી.બી.ના પોલીસ સબ ઇન્સ્પેક્ટરને સોપવામાં આવેલ જે તપાસ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીનાઓના માર્ગદર્શન હેઠળ ચલાવી અલગ અલગ રાજયમાં તપાસ કરી કુલ ૧૭ આરોપીઓને અટક કરવામાં આવેલ છે.
જ્યારે આ તપાસમાં બનાવટી ઇગ્લીંશ દારૂની ફેકટરીમાં બનાવટી દારૂ બનાવનાર દિપકકુમાર સુરેન્દ્રકુમાર પાંડે રહે. સમેરપુર તા. બિધાપુર જી. ઉનાવ (ઉત્તર પ્રદેશ) વાળા ને તથા આ બનાવટી લગ્લીંશદારૂ બનાવવામાં રો મટીરીયલ સ્પલાય કરનાર દિનેશ જગદિશ ગોયેલ (અગ્રવાલ) ઉ.વ. ૬૬ રહે, બી-૪/૭૦૩ ઉન્તતી વુડસ, ફેસ-૨, કાવેસર, આનંદનગર ઘોડબંદરરોડ, તથા ફલેટ નં.-૮૦૨,સુકુર એકલાવ, બી વીંગ, આનંદનગર જી.બી.રોડ, એમપ્રેસપાર્કની પાસે, થાણે વેસ્ટ ૪૦૦૬૧૫ (મહારાષ્ટ્ર) વાળાને અટક કરવામાં આવેલ છે.
જેમ કે ગોડાઉન માલીક દ્વારા ગોડાઉન ભાડે રાખનાર બાબતે કોઇ પણ જાણની તપાસ કે ભાડા કરાર કર્યા વગર પોતાનું ગોડાઉન ગેરકાયદેસરની પ્રવૃતિ ચલાવવામાં ભાડે આપેલ હોય જે ગોડાઉન માલીકની તપાસ દરમ્યાન બેદરકારી જણાય આવેલ હોય જેથી ઈસમનું નામ. સેશન્સ કોર્ટ મોરબી ખાતે આગોતરા જામીન મેળવવા અરજી કરતા નામ સેશન્સ કોર્ટ મોરબી દ્વારા ગોડાઉન માલીક અરવિંદભાઇ બચુભાઇ લક્ષ્મણભાઇ કોરીંગા ઉ.વ. ૫૯ રહે. હાલ રહે. સર્વે નં-૧૪૩૭૧ વાત્સલ્ય પુરમએપાર્ટમેન્ટ ફલેટ નં-૩૦૪/સી વિંગ આદિનાથ નગર તા.જી.સાંગલી (મહારાષ્ટ્ર) વાળાની આગોતરા જામીન અરજી રદ્દ કરતા ગોડાઉન માલીકની પણ ઉપરોક્ત ગુનામાં ઘરપકડ કરવામાં આવેલ છે.