માળિયાના કુંભારીયા ગામે બે પક્ષ વચ્ચે ઝઘડો થતાં સામસામે ફરીયાદ નોંધાઈ
માળિયા (મી) : માળિયા તાલુકાના કુંભારીયા ગામે બાબરીયા શેરીમાં સાઉન્ડ સિસ્ટમ બાબતે પક્ષો વચ્ચે સામાન્ય બોલચાલી બાદ ધોકા, પાઈપ વડે ઝઘડો થયો હતો. જે બાદ બંને પક્ષો માળિયા (મી) પોલીસ મથકમાં સામસામે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ માળીયા તાલુકાના કુંભારીયા ગામે રણછોડભાઈ ઉર્ફે પ્રદીપભાઈ લખમણભાઇ બાબરીયા (ઉ.વ.૬૨) એ આરોપી વિપુલભાઈ ભરતભાઈ બાબરીયા તથા ભરતભાઈ નાનજીભાઈ બાબરીયા, જયંતીભાઈ નાનજીભાઈ બાબરીયા, સંજયભાઈ નાનજીભાઈ બાબરીયા રહે-બધા કુંભારીયા ગામ તા-માળીયા મીં.વાળા વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૧૫-૦૧-૨૦૨૪ ના રોજ ફરીયાદીએ આરોપી વિપુલભાઈ ભરતભાઈ નાઓને સાઉન્ડ સિસ્ટમનો અવાજ ધિમો કરવા બાબતે કહેત આરોપીઓએ જેનો ખાર રાખી આરોપી વિપુલભાઈ તથા ભરતભાઈએ આવી ફરીયાદી તથા સાથીઓને સાથે ગાળો બોલી બોલાચાલી ઝગડો કરવા આવતા ફરીયાદી તથા સાથીઓએ ગાળો બોલવાની ના પાડતા આરોપી વિપુલભાઈએ ઉશ્કેરાઈ જઈ સાથી સિંકદરભાઈને ડાબા હાથના ભાગે લાકડાનો ધોકો મારેલ અને બીજો ધોકો મારવા જતા ફરીયાદીએ ધોકો પકડી લેતા આરોપી ભરતભાઈ નાઓએ ઉશ્કેરાઈ જઈ ફરીયાદીને જમણા હાથના ભાગે લાકડાનો ધોકો મારેલ તેવામા આરોપી જયંતીભાઈ તથા આરોપી સંજયભાઇએ લાકડાના ધોકા લઈ આવી ફરીયાદીને તથા સાથી સિકંદરભાઈને જેમ ફાવે તેમ માથાના ભાગે ધોકા વડે માર મારી ફરીયાદી તથા સાથી માથાના ભાગે ટાંકા જેવી ઈજાઓ પહોંચાડી આરોપી વિપુલભાઈ તથા આરોપી ભરતભાઈએ ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાથી ભોગ બનનાર રણછોડભાઈએ આરોપીઓ વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
જ્યારે સામા પક્ષે માળિયા તાલુકાના કુંભારીયા ગામે રહેતા ભરતભાઇ નાનજીભાઈ બાબરીયા (ઉ.વ.૪૨) એ આરોપી પ્રદિપ લખમણભાઈ તથા સિંકદરભાઈ રહે. મોરબી રવિભાઈ પ્રદિપભાઈ વિક્રમભાઈ પ્રેમજીભાઈ પંચાસરા રહે-બધા કુંભારીયા ગામ તા-માળીયા મીં.વાળા વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૫-૦૧-૨૦૨૪ ના રોજ ફરીયાદીના દીકરાને આરોપી પ્રદિપભાઇએ સાઉન્ડ સિસ્ટમ બંધ કરવા બાબતે કહેતા ફરીયાદીના દીકરા તથા આરોપી પ્રદિપને સામાન્ય બોલાચાલી થતા આરોપીઓએ જેનો ખાર રાખી આરોપી પ્રદિપ તથા આરોપી સિંકદરભાઈ લાકડાના ધોકા લઈ આવી ફરીયાદી તથા સાથીઓ સાથે ગાળો બોલી બોલાચાલી ઝગડો કરવા લાગતા ફરીયાદી તથા સાથીઓ ગાળો બોલવાની ના પાડતા આરોપી પ્રદિપ ઉશ્કેરાઈ જઈ ફરીયાદીને જમણા હાથના ભાગે લાકડાનો ધોકો મારેલ અને બીજો ધોકો મારવા જતા દેકારો થતા આરોપી રવિભાઈ તથા આરોપી વિક્રમભાઈએ લાકડાના ધોકા લઈ આવી આરોપી રવિભાઈએ સાથી જયંતીભાઈને ડાબા હાથના ભાગે તથા આરોપી વિક્રમભાઈએ પીઠના ભાગે લાકડાનો ધોકો મારેલ જેથી ફરીયાદી સાથીને બચાવવા જતા આરોપી પ્રદિપ તથા આરોપી સિંકદરભાઈએ ફરીયાદીને ધોકા વડે માર મારી ફરીયાદીને માથાના ભાગે તથા જમણા હાથના ભાગે તથા સાથી જયંતીભાઈને પીઠના ભાગે તથા ડાબા હાથના ભાગે મુંઢ ઈજાઓ પહોંચાડી આરોપી પ્રદિપ તથા આરોપી રવિભાઈએ ફરીયાદી તથા સાથી વિપુલને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાથી ભોગ બનનાર ભરતભાઈએ આરોપીઓ વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
બંને પક્ષો દ્વારા સામસામે ફરીયાદ નોંધાવતા માળિયા (મી) પોલીસે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.