હળવદના ટીકર ગામે તાજું જન્મેલું બાળક મૃત હાલતમાં મળી આવ્યું
હળવદ: હળવદ તાલુકાના ટીકર ગામે ઢસી રોડ પ્લોટ વિસ્તારમાંથી તાજુ જન્મેલું કાચું નવજાત મૃત હાલતમાં મળી આવ્યું હતું.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ટીકર ગામે ઢસી રોડ પ્લોટ વિસ્તારમાં અજાણી સ્ત્રીએ તાજુ કે કાચુ જન્મેલ શીશુ (બાળક) ને મરણ હાલતમા ત્યજી દીધું હતું. જેથી આ બનાવ અંગે હળવદ પોલીસને જાણ તથા પોલીસ ઘટનાસ્થળે દોડી જઈ અજાણી સ્ત્રી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૧૮ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.