ટંકારાના લજાઈ ખાતે નિર્માણ પામેલ ઉમિયા માનવ મંદિરનું રામ મંદિરની સાથોસાથ થશે ઉદ્દઘાટન
મોરબીના ઉમિયા માનવ મંદિરમાં સંતો, મહંતો, સમાજ શ્રેષ્ઠીઓની ઉપસ્થિતમાં દરિદ્રનારાયણોની થશે પધરામણી
ઉમિયા માનવ મંદિરમાં કડવા પાટીદાર પરિવારના દિકરા વગરના નિરાધાર વૃદ્ધોની થશે પધરામણી
મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના લજાઈ પાસે ભીમનાથ મહાદેવના સાનિધ્યમાં મોરબી જિલ્લાના કડવા પાટીદાર પરિવારના 274 જેટલા નિરાધાર દરિદ્રનારાયણનો માટે ચોથી જુલાઈ – ૨૦૧૯ થી એંસી જેટલા રૂમ ધરાવતું ફાઈવ સ્ટાર હોટેલ જેવી સુવિધાઓ વાળું ઉમિયા માનવ સેવા ટ્રષ્ટ દ્વારા ઉમિયા માનવ મંદિર નિર્માણાધિન હતું.જેમાં દરેક રૂમમાં એ.સી.પ્રાર્થના હોલ પણ એસી જેમાં વડીલોને સત્સંગ કથા સાંભળવા માટે મોટી એલઈડી સ્ક્રીન,અન્નપૂર્ણા હોલમાં વડીલોને ભાવતા ભોજન પ્રસાદ માટેની વ્યવસ્થા,બે લાખ લિટર વરસાદી પાણીનો સંગ્રહ કરી દરિદ્રનારાયણનોને પીવા માટેની બેનમૂન વ્યવસ્થા,કેમપ્સમાં જ ઉગાડેલા વાવેલા શાકભાજી, ફળ-ફલાદી પુરા પડવાની વ્યવસ્થા તેમજ કેમ્પસની ગૌશાળામાંથી જ છાસ,ઘી,દૂધ વગેરે પુરા પડવાની ઉત્તમ વ્યવસ્થા,પાંચ હજાર વૃક્ષો ધરાવતું,સરોવરના કિનારે ત્રીસ વિઘા જમીનમાં પંદર કરોડ રૂપિયાથી વધુ બજેટમાં તૈયાર થયેલા ઉમિયા માનવ મંદિરમાં કડવા પાટીદાર પરિવારના 274 જેટલા દરિદ્રનારાયણોની સંતો,મહંતો સમાજ શ્રેષ્ઠીઓ, દાતાઓની ઉપસ્થિતમાં અયોધ્યા ખાતે મંદિરમાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાની સાથે સાથે ઉમિયા માનવ મંદિરમાં દરિદ્રનારાયણોની પધરામણી આગામી 22,મી જાન્યુઆરી- 2024 ના રોજ થવાની છે.
આ પંચામૃત સમારોહમાં માનવ મંદિર ઉમભવન,અન્નપૂર્ણા ભવન, પાટીદાર પાર્ટીપ્લોટનું લોકાર્પણ અને દાતાઓનું ભવ્યાતિભવ્ય સન્માન કરવામાં આવશે,આ સમારોહના અધ્યક્ષ બાબુલાલ જમનાદાસ પટેલ પ્રમુખ ઉમિયાધામ ઉંઝા,દિપ પ્રજ્વલન ડી.એલ.રંગપરિયા મુખ્ય દાતા માનવ મંદિર ઉમા ભવન,પાટીદાર પાર્ટીપ્લોટ દ્વારા થશે.
ઉંઝા અને સિદસર ધામના સમાજ શ્રેષ્ઠીઓ મુખ્ય મહેમાન રહેશે.સતધામના સતશ્રી, સ્વામી પ્રેમપ્રકાસદાસજી સંસ્કારધામ-મોરબી, સંતશ્રી દામજી ભગત,સંતશ્રી સોહમદતબાપુ ભીમનાથ મંદિર વગેરે આશીર્વચન આપવા પધારશે,મોરબી પંથકની અગ્રણી રાજકીય હસ્તીઓ,ઉદ્યોગકારો એસોસિએશનના હોદેદારો, સમાજના શ્રેષ્ઠીઓ,પાટીદાર સંસ્થાઓના સૂત્રધારો ઉપસ્થિત રહેશે એમ ઉમિયા માનવ સેવા ટ્રષ્ટના પ્રમુખ પોપટભાઈ કગથરા ઉપપ્રમુખ ગોપાલભાઈ ચારોલાની યાદીમાં જણાવાયું છે.