Friday, September 20, 2024

વાંકાનેરના થાન રોડ પર દુકાનમાં બાકોરૂ પાડી સાબુની ચોરી કરનાર બે શખ્સો ઝડપાયાં

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વાંકાનેર તાલુકાના થાન રોડ પર જાલી ગામના બસ સ્ટેન્ડ નજીક આવેલ એક નવા કોમ્પલેક્ષમાં આવેલ દુકાનની દિવાલમાં બાકોરૂ પાડી તસ્કરોએ સાબુના જથ્થા સહિતના મુદ્દામાલની ચોરી કરી હોય, જે બનાવમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી ચોરીનો મુદ્દામાલ રિકવર કરવામાં સફળતા મળી છે

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના થાન રોડ ઉપર જાલી ગામના બસ સ્ટેન્ડ નજીક નવા કોમ્પલેક્ષમાં આવેલ ફરિયાદી સુરેશભાઈ રાઠોડના સાબુના ગોડાઉન/દુકાનની દિવાલમાં બાકોરૂ પાડી ચોરી કરવામાં આવી હોય જે બનાવમાં પોલીસે ચોરી કરનાર આરોપી વિરમભાઇ ઉર્ફે વિજયભાઈ ગાડુંભાઇ ટોટા (ઉ.વ. ૩૭, રહે હસનપર) અને સરવન ઉર્ફે સોનુ કરશનભાઈ રાઠોડ (ઉ.વ. ૨૦, રહે. શક્તિપરા, હસનપર) ને 1000 કિલો સાબુનો જથ્થો, એક વજનકાંટો તથા એક સીએનજી રીક્ષા નં. GJ 03 BT 5209 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર