વાંકાનેર:અરણીટીંબા ગામ નજીક સ્કુલ બસ ચાલકે હડફેટે લેતા ચાર વર્ષની માસૂમ બાળકીનું મોત
વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામ નજીક વાંકાનેર-મિતાણા મેઈન રોડ પર આજે સાંજના સમયે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં સ્કૂલ બસના ચાલકે રોડની સાઈડમાં ઉભેલ ચાર વર્ષની માસુમ બાળકીને હડફેટે લેતા બાળકીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હોવાની માહિતી મળી રહી છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામ નજીક આજે સાંજે ૫:૩૦ વાગ્યાની આસપાસ વાંકાનેર-મીતાણા મેઇન રોડ પર તળાવ નજીક રોડની સાઈડમાં ઉભેલ તિથવા ગામના વતની ઈમ્તિયાઝભાઈ શાહમદાર અને તેની ચાર વર્ષની પુત્રી સાનિયાને ત્યાંથી પસાર થતી એક ખાનગી સ્કૂલ બસના ચાલકે ગંભીર બેદરકારી દાખવી હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં ચાર વર્ષની માસુમ બાળકી સાનિયા બસના વ્હીલ નીચે આવી જતાં તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું
બનાવની જાણ થતાં હાલ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને હાલ મૃતક બાળકીની બોડીને પીએમ અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હોવાની માહિતી મળી રહી છે