શ્રી સજનપર પ્રા. શાળામાં ધો. 3 થી 5 ના બાળકો માટે બાલવાટીકા તેમજ ધો.1 અને 2ના બાળકો માટે ફિલ્ડ વિઝીટ/શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવેલું
જેમાં શાળાના બાળકો અભ્યાસની સાથે સાથે બહારની દુનિયા સાથે પ્રત્યક્ષ રીતે જોડાઈ શકે એવા ઉમદા હેતુથી PM SHRI શાળા અંતર્ગત ધો. 3 થી 5 ના બાળકોને ફિલ્ડ વિઝીટ અંતર્ગત રતનપર શ્રી રામ મંદિર, રામવાન રાજકોટ, સાયન્સ સિટી રાજકોટ તેમજ ફન વર્લ્ડ જેવા વિવિધ સ્થળોની મુલાકત લેવામાં આવી હતી તેમજ બાલવાટીકા અને ધો.1 અને 2 ના બાળકો માટે કામધેનુ ગાર્ડન, ત્રિમંદીર, રોકડિયા હનુમાન અને ખોખરા હનુમાન જેવા સ્થળની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં દરેક બાળકોએ ખૂબ જ મજા કરી હતી સાથે સાથે તેઓને અભ્યાસમાં ઉપયોગી થાય એવી ઘણી બધી માહિતી મેળવી હતી.
સમગ્ર પ્રવાસમાં સુચારુ વ્યવસ્થા જાળવવા શાળાના શિક્ષકો અદ્રોજા, કેતનભાઈ, કાસુન્દ્રા ચંદુલાલ, ભીમણી મધુબેન, આરદેશણા રેખાબેન, ખૂંટ પૂનમબેન અને વિરમગામાં મીનાબેનને આચાર્ય અલપેશભાઈ પુજારા એ ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ
હાલ મોરબી નગરપાલિકાએ નામ બદલ્યા પણ લખાણ ના બદલ્યા, હવે પાલિકામાંથી મહાનગરપાલિકા બની છે અને નવા આવેલા કમિશ્નર સ્વપ્નિલ ખરે મોરબીની હાલત બદલવા પ્રયાસ કર્યો છે.
હાલ મોરબીમાં રસ્તાઓ પર તો દબાણ દૂર કરવાની કામગીરી ગોકળગાયની ગતિએ શરૂ થઈ છે ત્યારે ભૂખ્યા ને ભોજન કરાવતા બચુ બાપા જેવા વ્યક્તિ ના...
મોરબી માળિયા મી. વિસ્તારમાં વસ્તા રામાનંદીય સાધુ દ્વારા આગામી તારીખ ૨૧/૦૧/૨૦૨૫ ના રોજ જગત ગુરુ મહારાજ શ્રી રામાનંદાચાર્યજીની ૭૨૫ મી જન્મ જયંતીની ઉજવણી મોરબી રામાનંદ ભવન રામઘાટ મોરબી ખાતે ઉજવણી કરવામાં આવશે.
જેમાં સવારે ૭.૩૦ કલાકે મંગળા આરતી ૧૨:૦૦ કલાકે મહા આરતી તેમજ બપોરે મહાપ્રસાદ યોજાશે શોભાયાત્રા સરકારની ગાઇડલાઈન મુજબ...
50 કિલોની બેગ પર 250 રૂપિયાનો ભાવ વધારો ઝીંકાયો
મોરબી: રાજ્યમાં ખેડૂતોને જોરદાર ફટકો લાગ્યો છે. કેમ કે ઇફ્કોએ રાસાયણિક ખાતરના ભાવમાં વધારો કરાયો છે જેમાં રૂપિયા 250 નો વધારો કરવામાં આવતા ખેડૂતોને આર્થિક રીતે હેરાન થવાનો વારો આવશે.
એક તરફ ખેડૂતોને પુરતુ ખાતર મળી નથી રહ્યું અને એક થેલી ખાતર...