ટંકારાના મિતાણા ચોકડી નજીક ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલ સાથે બે ઝડપાયાં
ટંકારા: મોરબી રાજકોટ હાઇવે રોડ મિતાણા ચોકડી પાસેથી ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલ સાથે બે ઈસમોને ટંકારા પોલીસે ઝડપી પાડયા છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી રાજકોટ હાઇવે રોડ મિતાણા ચોકડી પાસે આરોપી વિપુલસિંહ દશરથસિંહ જાડેજા (ઉ.વ.૩૪) તથા હર્દિપસિંહ શક્તિસિંહ જાડેજા (ઉ.વ.૨૫) રહે. બંધે વિરવાવ ગામ તા. ટંકારાવાળા પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૩ કિં રૂ. ૯૦૦ ના મુદ્દામાલ સાથે મળી આવતા બંને આરોપીઓને ટંકારા પોલીસે ઝડપી પાડયા છે જ્યારે અન્ય એક ઈસમ રવિરાજસિંહ જગતસિંહ જાડેજા રહે. વિરવાવ ગામ તા. ટંકારાવાળો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.