મોરબીમા જુદી-જુદી જગ્યાએથી જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા
મોરબી: મોરબીમા મહેન્દ્રનગર ગામના ઝાંપા પાસેથી તથા ઘુંટુ રોડ ઉપર સી.એન.જી. પંપ નજીક રીક્ષા સ્ટેન્ડ પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બંને મળી કુલ ચાર ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબીમા મહેન્દ્રનગર ગામના ઝાંપા પાસેથી તથા ઘુંટુ રોડ ઉપર સી.એન.જી. પંપ નજીક રીક્ષા સ્ટેન્ડ પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બંને મળી કુલ ચાર ઈસમો અરવિંદભાઈ ખોડાભાઇ ધામેચા (ઉ.વ.૩૦) , હિરાભાઇ બચુભાઈ ધામેચા (ઉ.વ.૩૨) રહે. બંને મહેન્દ્રનગર શીતળામા વિસ્તાર મોરબી તથા વિનોદભાઈ વાલજીભાઈ મકવાણા (ઉ.વ.૫૭) રહે. હાઉસીંગ બોર્ડ રૂષિકેશ વિધાલય પાછળ મોરબી, સંજયભાઈ મોહનભાઈ નંદેસરીયા (ઉ.વ.૩૩) રહે. ઈંન્દીરાનગર મંગલમ વિસ્તાર મોરબીવાળાને રોકડ રકમ મળી કુલ રૂ. ૨૨૨૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.