Tuesday, January 21, 2025

ટંકારાના હડમતીયા ગામે જમીન પચાવી પાડનાર બે શખ્સો વિરુદ્ધ લેન્ડ ગ્રેબીંગ હેઠળ ગુનો દાખલ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટંકારા: ટંકારા તાલુકાના હડમતીયા ગામે આવેલ ખેરાર તરીકે ઓળખાતી સીમમાં બે શખ્સોએ વૃદ્ધની જમીન પર ગેરકાયદેસર કબ્જો કરી જમીન પચાવી પાડતા ભોગ બનનાર વૃદ્ધે આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબીંગ હેઠળ ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબી ભંભોડીની વાડી યોગેશ્વર સો.સા. રવાપર રોડ પર રહેતા અનસોયાબેન રમેશભાઈ નકુમ (ઉ.વ.૫૩) એ આરોપી ભીખાભાઈ વાલજીભાઈ સીણોજીયા તથા જયંતિભાઈ વાલજીભાઈ સીણોજીયા રહે. બંને હડમતીયા તા. ટંકારાવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે સન ૨૦૨૨ ના વર્ષથી આજદીન સુધી આરોપીઓએ ફરીયાદીની માલીકીની હડમતીયા ગામની સીમ સર્વે નં ૨૪૫ પૈકી ૩ ની હેક્ટર આર.એ.-૦૦-૮૦-૯૪ થી ૫ વિઘા જમીન પૈકી આરોપીઓએ ૨૬ ગુઠા જેટલી જમીન ઉપર ગેરકાયદેસર કબ્જો કરી જીરાનું વાવેતર કરી જમીન પચાવી પાડી હતી. જેથી ભોગ બનનાર અનસોયાબેને આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર(પ્રતિબંધ) વિધેયક ૨૦૨૦ ની કલમ ૩, ૪(૩), ૫(ગ) તથા આઇ.પી.સી.કલમ-૧૧૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર