નવી પેન્શન યોજના રદ કરો રદ કરો નાં નારા સાથે વેસ્ટર્ન રેલ્વે મજદુર સંઘ-રાજકોટ દ્વારા વાંકાનેર ખાતે એનપીએસના વિરોધમાં ધરણા પ્રદર્શન
વાંકાનેર રેલ્વે સ્ટેશન ખાતે વેસ્ટન રેલ્વે મજદુર સંઘ દ્વારા એનએફઆઈઆરના આહવાનને લઈને તારીખ ૮ થી ૧૧ દરમિયાન એનપીએસ(નવી પેન્શન યોજના) રદ કરવા માટે સમગ્ર રાજકોટ ડિવિઝનમાં મંડળ મંત્રી હિરેનભાઈ મહેતાની આગેવાની હેઠળ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે, ત્યારે આજે વાંકાનેર ખાતે એનપીએસને રદ કરવા માટે કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરી ઓપીએસ (જુની પેન્સન યોજના) લાગુ કરવા માંગ કરવામાં આવી હતી.
જેમાં એન.પી.એસ. રદ કરો, ઓપીએસ લાગુ કરો.. તેમજ સરકાર વિરોધી સૂત્રોચાર કરી એનપીએસ રદ કરવા માટે માંગ કરવામાં આવી હતી. આ અગાઉ કર્મચારીઓ પાસે ગુપ્ત મતદાન કરાવી મુદ્દાના ઉકેલ માટે હડતાલમાં જવા માટે મતદાન થયેલ, જેમાં 90% કર્મચારીઓએ હડતાલની માંગ સાથે આવનારા દિવસોમાં એનપીએસ રદ કરવામાં નહીં આવે તો એનએફઆઈઆર તેમજ વેસ્ટન રેલવે મજદુર સંઘ દ્વારા ભૂખ હડતાલ તેમજ રેલ રોકો આંદોલન કરવામાં આવશે તેવું મંડળ મંત્રી હિરેન મહેતાએ જણાવ્યું હતું. જેમાં વાંકાનેર રેલ્વે સ્ટેશન ખાતે મંડળ મંત્રી હિરેન મહેતાની આગેવાની હેઠળ આર. એચ. જાડેજા, મહેન્દ્રસિંહ, રણવીરસિંહ, ભગીરથસિંહ, લાલાભાઇ, અબ્દુલભાઈ, ઇસ્માઈલભાઈ, મનોજ ઠાકર, મહાવીર સિંહ, જીતુભાઈ, મહેશ ભાટી, ફતેહ મહમદ, જાની ભાઈ, મનિષ સી, રામજી એન, મહેશ એન અને આ ઉપરાંત રાજકોટ થી પધારેલા કેતન ભટ્ટી, શેરાવતભાઈ, વસાવડાભાઈ સહિતના રેલ્વે કર્મચારીઓ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા
પોલીસ મહાનિર્દેશક અને ગુજરાત પોલીસ દળના વડા વિકાસ સહાયે સોમવારે ગાંધીનગરના પોલીસ ભવનમાં એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ તબીબી નિષ્ણાતો, ફોરેન્સિક નિષ્ણાતો અને કાયદાકીય સલાહકારો સાથે બિનજરૂરી પોસ્ટમોર્ટમ ટાળવા માટેની રીતો પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
આ ચર્ચા અકુદરતી મૃત્યુ પર કેન્દ્રિત હતી જે શંકાસ્પદ નથી....
આ બ્રહ્માંડમાં છુપાયેલા અસંખ્ય રહસ્યોને શોધવા માટે વૈજ્ઞાનિકો દરરોજ શોધો કરતા રહે છે. જો તમે પણ અવકાશ અને ગ્રહો વિશે જાણવામાં રસ ધરાવો છો, તો અમે તમને જણાવી દઈએ કે જાન્યુઆરી મહિનો તમારા માટે ખૂબ જ ખાસ રહેવાનો છે. આજે છ ગ્રહો એક લાઇનમાં દેખાશે. આ ઘટનાને પ્લેનેટરી અલાઈનમેન્ટ...