Friday, November 15, 2024

વાકાનેરના લાકડધાર નજીક ઈકો કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વાકાનેર: વાકાનેર તાલુકાના નવા ઢુવા ગામથી લાકડધાર ગામ તરફ જતા રોડ પર બંધ હાલતમાં રહેલ સ્વીફ્ટ સીરામીકના પાછળના ભાગે ખુલ્લા પટમાં ઈકો કારમાંથી વિદેશી દારૂની ૨૪૦ બોટલો સાથે એક ઈસમને વાંકાનેર તાલુકા પોલીસે ઝડપી પાડયા છે જ્યારે અન્ય ત્રણ ઈસમો સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ વાકાનેર તાલુકાના નવા ઢુવા ગામથી લાકડધાર ગામ તરફ જતા રોડ પર બંધ હાલતમાં રહેલ સ્વીફ્ટ સીરામીકના પાછળના ભાગે ખુલ્લા પટમાં આરોપીઓ ઇકો કાર રજીસ્ટર નંબર -GJ-03-MH-4867 કિં રૂ. ૩,૦૦,૦૦૦ વાળીમા વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૨૪૦ કિં રૂ. ૮૭,૧૨૦ તથા મોબાઇલ ફોન નંગ -૦૧ કિં રૂ. ૫૦૦૦ તથા મોટરસાયકલ નંગ -૦૨ કિં રૂ. ૮૦,૦૦૦ કુલ કિં રૂ. ૪,૭૨,૧૨૦ ના મુદ્દામાલ સાથે આરોપી મેરાભાઈ હરેશભાઈ ભાટીયા (ઉ.વ.૨૨) રહે. ઉંચી માંડલ તા.જી. મોરબી મૂળ રહે સુરેન્દ્રનગરવાળાને વાકાનેર તાલુકા પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય ઈસમો મારૂતી સુઝુકી કંપનીની ઇકો કાર રજી. નંબર GJ-03-MH-4867 વાળીનો ચાલક તથા કુલદીપભાઇ ખુમાણભાઇ પઢીયાર રહેહાલ-ઘુંટુ,રામકો સોસાયટી તા.જી.મોરબી મુળ ગામ-ધર્મેન્દ્રગઢ તા.મુળી જી.સુરેન્દ્રનગર તથા પ્રવીણભાઇ કેશુભાઇ પરમાર હાલ રહે. ઘુંટુ,રામકો સોસાયટી તા.જી. મોરબીવાળો સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ માલ મોકલનાર તથા તપાસમા ખૂલ્લે તે તમામ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર