મોરબીના રંગપર પાસે આવેલ સ્પેન્ટોકોન સિરામિકમા લાગી આગ: અંદાજે ત્રણ કરોડનું નુકશાન
મોરબી: મોરબી તાલુકાના રંગપર ગામ પાસે રોડ પર સ્પેન્ટોકોન સિરામિકમા સવારે આગિયારેક વાગે આગ લાગી હતી. જે બાદ ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. કારખાનાના માલિક દ્વારા અંદાજે ત્રણ કરોડનુ નુકશાન થયું હોવાનું જણાવ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના રંગપર ગામ પાસે રોડ પર આવેલ સ્પેન્ટોકોન સિરામીકમાં અગીયાર વાગ્યાના અરસામાં અચાનક શોર્ટસર્કિટ તથા કારખાનામાં આગ લાગતા તેની જાણ મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસના જવાનોને કરતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. કારખાનામાં ડીઝલનાં બેરલ એન્ડ ડીજી સેટમાં ઓઈલ હોવાને કારણે પાણી સાથે ફોમનો મારો ચલાવી આગ પર કંટ્રોલ મેળવેલ અને વધારે આગને પસરતી અટકાવી હતી. અંદાજે ૩(ત્રણ ) કરોડનું માલિકે નુકશાન થયું હોવાનું જણાવ્યું હતું તેમજ વધારે નુક્સાની થતા બચાવેલ છે અને કોઈ જાનહાની થયેલ નથી.
જ્યારે પીપળી રોડ પર રસ્તાનું કામ ચાલું હોવાને કારણે ટ્રાફીક હોવાથી ફાયર વિભાગની ટીમને આવવા જવામાં મુશ્કેલી પડી હતી.