વડાપ્રધાન મોદી વિરુદ્ધ ટિપ્પણી કરવી માલદીવ ને ભારે પડી:મોરબી ટ્રાવેલ્સ એજન્ટ એસોસિએશન આકરાં પાણીએ
માલદીના પ્રધાનો એ ભારતના વડાપ્રધાન મોદી વિરુદ્ધ ટિપ્પણી કર્યા બાદ સમગ્ર ભારતીયનો ગુસ્સો ફાટી નીકળ્યો છે અને ભારતીયોએ માલદીવ ના હોટલ તથા ફલાઇટ બુકિંગ કેન્સલ કરાવી નાખતા માલદીવ સરકાર ઘૂંટણીય પડી ગઈ હોય તેવી સ્થિતિ સર્જાય છે ત્યારે મોરબી ટ્રાવેલ્સ એજન્સી એસોસિયેશન દ્વારા પણ આકરા પગલા ભરવામાં આવતા દરેક એજન્ટો માલદીવ નું બુકિંગ નહીં કરવાનો નિર્ણય લીધો છે અને લક્ષદ્વીપ અને અંદામન નિકોબારના બુકિંગ પર સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપશે જેથી ભારતના બીચ ટુરીઝમને પ્રમોટ કરી શકાય
વધુ વિગત મુજબ થોડા દિવસો પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી લક્ષદ્વિપ ની મુલાકાતે ગયા હતા અને ત્યાં ના ફોટા સોશીયલ મીડિયામાં મુક્યા હતા. આ બાબત માલદિવના અમુક રાજનેતા અને સરકાર ના પદાધિકારીઓ ને ગમી ન હતી. જેથી ત્યાં ના 3 મંત્રીઓ એ ભારત તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે ખરાબ ટિપ્પણી કરી હતી. એક મંત્રી એ તો સોશિયલ મીડિયા માં એક ફોટો મુકી ને ભારત તેમજ ભારતના નાગરિકો ની ખરાબ મજાક કરેલી છે. આવી ભારતને ખરાબ ચિતરવાની બાબતો નો મોરબી ટ્રાવેલ એજન્ટ એસોસિએશન ના દરેક સભ્યો વિરોધ કરે છે
કાલ થી સોશિઅલ મીડિયા માં #BoycottMaldives ખુબ જ ટ્રેન્ડ કરી રહ્યું છે. આ અભિયાન ને આગળ વધારતા મોરબી ટ્રાવેલ એજન્ટ એસોસિએશન ના દરેક એજન્ટ તરફથી નિર્યણ લેવામાં આવ્યો છે કે દરેક એજન્ટો માલદિવ નુ બુકિંગ નહિ કરે. આ ઉપરાંત લક્ષદ્વિપ અને અંદામન – નિકોબાર ના બુકિંગ પર સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ આપશે જેથી ભારત ના બીચ ટુરિઝમ ને પ્રમોટ કરી શકાય