Saturday, November 16, 2024

ટંકારાના મિતાણા નજીક આઈસરે બાઈક,કાર સહિત પી.સી.આર વાહનને લીધા હડફેટે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટંકારા: ટંકારા તાલુકાના મિતાણા ગામનાં પુલ પાસે આઈસરે બાઈક, ઈકો, સહિત પી.સી. આર વાહન પી.- ૧૦૦ને હડફેટે લીધા હતા જેમા બાઈક ચાલકને શરીરે ઈજા પહોંચી હતી જ્યારે ઈકો કારમા નુકસાન થયું હતું અને પી.સી.આર વાહનમાં પણ નુકસાન કર્યું હતું. જેથી આ બનાવ અંગે આરોપી આઈસર ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ રાજકોટ ચુનારવાડ શીવાજીનગર શેરી નં -૨૧ જી.ઈ.બી. પોલીસ સ્ટેશન સામે દૂધસાગર રોડ રાજકોટમાં રહેતા અજયભાઈ રાજેશભાઈ મકવાણા ઉ.વ.૪૫ વાળા આરોપીએ પોતાનાં હવાલાવાળુ આઇસર ટ્રક રજીસ્ટર નંબર GJ-13-AT-8397 વાળુ કેફી પ્રવાહી પીધેલ હાલતમા પુરઝડપે અને બેફીકરાઈથી પોતાની તથા મનુષ્યની જીદગી જોખમાય તે રીતે ડ્રાઇવીગ લાયસન્સ વગર ચલાવી સાહેદ હિરો સ્પેલેન્ડર મો.સા રજીસ્ટર નંબર- GJ-36-AD-3626 વાળાને હડફેટે લઈ શરીરે ઇજા કરી તેમજ ઇકો રજીસ્ટર નંબર- GJ-03-ER-6747 વાળીને હડફેટે લઈ ઇકો ગાડીમા નુકશાન કરી તેમજ પી.સી.આર વાહન પી-૧૦૦ મા જમણી બાજુ નુકશાન કરી આઇશરની કિમત રૂપીયા ૫,૦૦,૦૦૦/- ગણી નિકળતા મળી આવતા ગુન્હો કર્યો હોવાથી આરોપીને ટંકારા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૨૭૯,૩૩૭,૪૨૭, તથા એમ.વી. એક્ટ કલમ -૧૮૫,૧૭૭,૧૮૪,૩-૧૮૧ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર