પરીવાર ભાવના: મોરબીનાં રાજપર ગામે અઘારા પરિવારનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો
આજના જમાનામાં પરિવાર ભાવના જાળવવા સ્નેહમિલન કાર્યક્રમો જરૂરી ત્યારે રાજપર ગામે અધારા પરિવારનું સ્નેહમિલન સમારોહ યોજાયો
સ્નેહમિલન કાર્યક્રમ એટલે જાહેર જીવનમાં જીવંત લોકસંપર્કનું એક ઉમદું માધ્યમ. પરિવારના દરેક સભ્ય સુધી પહોંચવાનો એક નમ્ર પ્રયત્ન છે. પરસ્પર સ્નેહની આપ-લેને જીવંત રાખીને સંબંધોની આત્મીયતાને એક નવું જ જોમ પૂરું પાડવાનો અવસર છે. પરિવારના વિવિધ ઘટકોને સમરસતાના તાંતણે એક-સૂત્ર કરવા માટેનો અમૂલ્ય પર્વ છે.ખેડુત થી લઈને ઉદ્યોગકાર, નોકરીયાતથી લઈને વ્યવસાયિક તેમજ નાના ભુલકાંઓથી લઈને ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થી સહુ એક-મેક સાથે મળીને સ્નેહપર્વની કરવામાં આવતી ઉજવણી
ત્યારે આજે મોરબીનાં રાજપર ગામે આવોજ એક અઘારા પરિવારનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં નસિતપર,રાજપર અને સરધાર સહિતના ગામના અઘારા પરિવારના બધા પરિવારજનો ભેગા થયા હતા અને માતાજીના હવનનું આયોજન કરવામાં આવ્યું હતુ હવન બાદ બધા પરિવારજનો એ સાથે મળીને પ્રસાદ લીધો હતો