૧૩ વર્ષ ની કિશોરી ને તેમના પરિવાર સાથે મિલન કરાવતી મોરબી ૧૮૧ અભયમ ટીમ
માસા – માસીના ત્રાસથી કંટાળીને ઘર છોડીને નીકળી ગયેલ ૧૩ વર્ષ ની કિશોરી ને તેમના પરિવાર સાથે મિલન કરાવતી મોરબી ૧૮૧ અભયમ ટીમ
મોરબી ૧૮૧ ટીમે ઘરેથી નીકળી ગયેલ કિશોરી નું પરિવાર સાથે કરાવ્યું મિલન
૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન માં જાગૃત નાગરિક દ્વારા કોલ કરવામાં આવેલ કે વાંકાનેર હાઈવે પર એક કિશોરી છેલ્લા દસ કલાકથી આમ-તેમ આંટા ફેરા કરે છે તેઓ કાંઈ પણ બોલતી નથી અને ખૂબ જ ગભરાયેલા છે તેથી પીડીત કિશોરીને ૧૮૧ ની ટીમની મદદ ની જરૂર છે.જેના પગલે ૧૮૧ ના કાઉન્સિલર જાગૃતિ ભુવા મહિલા કોન્સ્ટેબલ જ્યોત્સનાબેન પરમાર તેમજ પાયલોટ પ્રદિપભાઇ ઘટના સ્થળે કિશોરીની મદદ માટે પહોંચ્યા હતા.
૧૮૧ ટીમ દ્વારા કિશોરી સાથે વાતચીત કરી પ્રાથમિક માહિતી મેળવવા નો પ્રયત્ન કર્યો હતો પરંતુ કિશોરી ખૂબ જ ગભરાયેલી હતી કિશોરીને સાંત્વના આપેલ અને મોટીવેટ કરેલ. કિશોરી નું કાઉન્સિલીગ કરતા તેમણે જણાવેલ કે તેમના માતા -પિતા બંને મૃત્યુ પામ્યા અને હાલ તેઓ છેલ્લા બે મહિનાથી તેમના માસા-માસી સાથે એક કંપની માં રહેતી હતી. ત્યારબાદ કિશોરી એ જણાવેલ કે કામકાજ બાબતે તેમની માસી ખીજાતા હતા અને ઢોર માર મારતાં હતાં તેમજ ઘરની બહાર નીકળી જા તેવું કહેતા હતા અને અયોગ્ય વતૅન કરતા હતા અને તેમની માસી જમવા બાબતે રોજ ત્રાસ આપતા હતા.અને તેમના માસી તું મરી જા તેવું ખરાબ-ખરાબ બોલતા હતા જેથી કિશોરી કંટાળીને ઘર છોડીને કોઈ ને પણ કહ્યા વગર ચાલતા ચાલતા વાંકાનેર ચોકડી પહોંચી ગઈ હતી
ત્યારબાદ ૧૮૧ ટીમ દ્વારા કિશોરી ના પરિવાર ના સભ્યોનો કોન્ટેક્ટ કરેલ અને તેમના માસા-માસી સાથે વાતચીત કરેલ તેઓએ જણાવેલ કે દસ કલાક થી અમારી જાણબહાર તેમની દિકરી કહ્યા વગર નીકળી ગયેલ.તેમણે ઘણા પ્રયત્નો કરેલ પરંતુ તેમની દિકરી મળેલ નહીં.
ત્યારબાદ ૧૮૧ ટીમ દ્વારા કિશોરીના માસા માસીનું કાઉન્સિલિંગ કરાયું તેમજ દિકરી સાથે અયોગ્ય વર્તન ન કરવા અને મારઝુડ ન કરવા બાબતે લાંબી સમજાવટ આપવામાં આવી.તેમજ કિશોરી નું ધ્યાન રાખવા અને તેમને શિક્ષણ આપવા તેમના માસા-માસી ને જણાવેલ અને તેઓ દ્વારા કિશોરીની પૂરેપૂરી સંભાળ લેવા ખાતરી આપેલ.