Monday, November 18, 2024

મોરબીની માધાપરવાડી શાળામાં બિઝનેશ ટાયકુન યોજાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીની માધાપરવાડી શાળાની બાળાઓ બિઝનેસ ટાયકુન દ્વારા વ્યાવસાયિક જ્ઞાન પ્રાપ્ત કર્યું

મોરબીની પીએમ પ્રધાનમંત્રી રાઈઝિંગ સ્કૂલ ઓફ ઈન્ડિયા માટે પસંદ થયેલ માધાપરવાડી કન્યા શાળા અનેકવિધ પ્રવૃત્તિઓ માટે જાણીતી છે ત્યારે વધુ એક પ્રવૃત્તિ બિઝનેસ ટાયકુન દ્વારા વિદ્યાર્થીનીઓને વ્યવસાયિક શિક્ષણ આપવામાં આવ્યું હતું. જેમાં ધો.6 થી 8 માં અભ્યાસ કરતી બાળાઓએ પોતે જાતે બનાવેલી પાણીપુરી, દાબેલી, ભેળ,ચાટ,ફ્રૂટ ડિશ,શરબત,લસ્સી ટોસ્ટર સેન્ડવીચ, મશાલા ખાખરા, દહીં પુરી,જેવી અનેકવિધ વસ્તુ બનાવી ખાણી પીણી સ્ટોલ કર્યા હતા.અને અન્ય બાળાઓ તેમજ માધાપરવાડી કુમાર શાળાના વિદ્યાર્થીઓએ પોતાના ખિસ્સા ખર્ચીના રૂપિયામાંથી વસ્તુઓ ખરીદી આરોગી હતી,સ્ટોલ કરનાર બાળાઓએ પોતે જે જે વસ્તુ લાવ્યા હતા એનો હિસાબ રાખ્યો હતો અને વેચેલા માલનો હિસાબ રાખ્યો હતો,એમાંથી કેટલો નફો થયો તેનો હિસાબ રાખ્યો હતો. જેને સૌથી વધુ નફો કર્યો હોય અને સૌથી વધુ વકરો વેપાર કર્યો હોય એનું પ્રમાણપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવશે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર