Wednesday, November 20, 2024

જીવેલણ કેન્સર રોગની આયુષ્માન કાર્ડ દ્વારા સારવાર મેળવી સંપૂર્ણ તંદુરસ્તી મેળવતા વનિતાબેન સાણંદિયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી તાલુકાના બિલિયા ગામના કેન્સરના દર્દી વનિતાબેન સાણંદિયાએ થોડા સમય પહેલા મોરબીની આયુષ હોસ્પિટલમાં ચેકઅપ કરાવતા શરીરમાં કેન્સર હોવાની જાણ થઈ હતી.કેન્સરનું નામ સાંભળતા જ પોતે અને પરિવારજનોમાં ચિંતાનું વાતાવરણ સર્જાઈ ગયું હતું. પરંતુ વનિતાબેને મન મક્કમ રાખી કેન્સરને નાબૂદ કરવા જે કાઈ કરવું પડે તે કરવા માટેની તૈયારી બતાવી હતી. પોતાની પાસે પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ હોવાથી રાજકોટમાં નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલમાં સંપર્ક કરી સારવાર અંગે ડોકટરો પાસેથી માહિતી મેળવી હતી.

સારવાર અંગે વનિતાબેને વધુમાં જણાવ્યું હતું કે મારા કેન્સર રોગની સારવાર કરાવવા રિપોર્ટ, ઓપરેશન, કીમોથેરેપીના છ ડોઝ સહિત બધું મને ફ્રીમાં રાજકોટની નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલમાંથી પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ હોવાને લીધે મળી ગયું હતું અને આજે મે જીવલેણ કેન્સર રોગ સામે સંપૂર્ણ તંદુરસ્તી મેળવી લીધી છે.

આ પહેલા મને સારણગાંઠ થયેલી તેની સારવાર પણ મે મોરબીની આયુષ હોસ્પિટલમાં લીધી હતી. ત્યાં પણ મને ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલ મુખ્યમંત્રી અમૃતમ ‘માં’ કાર્ડ થકી સારવાર તદન મફતમાં મળી ગઈ હતી. આ માટે હું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર માનું છું. આ સિવાય મારા ગામમાં હું સખી મંડળમાં પણ સભ્ય હોય તેની પણ રાજ્ય સરકારની યોજનાઓનો લાભ મને અને મારા જેવી અનેક મહિલાઓને મળી રહ્યો છે.

હાલમાં સમગ્ર મોરબી જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઇ રહી છે. જે અંતર્ગત મોરબી તાલુકાના બિલિયા ગામે આ યાત્રાનું આગમન થયું હતું અને ઘર આંગણે જ લાભાર્થીઓને તેમના લાભો મળી રહે તેવું આયોજન કરાયું છે ત્યારે અહીં યોજાયેલ કાર્યક્રમમાં મેરી કહાની મેરી જુબાની અંતર્ગત પ્રતિભાવો આપતા જણાવ્યું હતું કે કેન્સર જેવા જીવેલણ રોગમાં સારવાર મેળવવા માટે લાખો રૂપિયાની જરૂરીયાત પડતી હોય છે.આ બદલ આર્થિક સહાય પૂરી પાડવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરું છું

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર