મોરબી: મોરબીના રફાળેશ્વર નજીક આવેલ સિમોરા સિરામિક ફેકટરીમાં કામ કરતી વખતે મશીનમાં આવી જતા યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબીના રફાળેશ્વર નજીક આવેલ સિમોરા સિરામિક કારખાનામાં કામ કરતા મહમદ અહેસાન સમસૂલ શેખ ઉ.વ.૩૧ નામના યુવકનું મશીનમાં આવી જતા ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. જેથી આબનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
