Wednesday, March 19, 2025

મોરબીના રફાળેશ્વર ગામે જુની અદાવતનો ખાર રાખી યુવકના ઘર ઉપર આઠ શખ્સોનો હુમલો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી : મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે જૂની ફરિયાદનો ખાર રાખી આઠ શખ્સોએ યુવાનના ઘર ઉપર હુમલો કરી તોડફોડ કરવાની સાથે ગાડીમાં પણ નુકશાન પહોંચાડતા આઠ શખ્સો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મૂળ મોરબી તાલુકાના બેલા (રંગપર ગામના વતની અને હાલ લખધીરપુર રોડ, કેનાલની બાજુમાં, ડીઝીટલ કારાખનાની ઓરડીમાં ઘુંટુ ગામની સીમમાં રહેતા સુનિતાબેન ખીમજીભાઈ પરમાર ઉ.વ.૩૫વાળાએ આરોપી રાજેશભાઇ કિશોરભાઇ સુમેસરા, દક્ષાબેન રાજેશભાઇ સુમેસરા, ભાવેશ ઉર્ફે કાલી કિશોરભાઇ સુમેસરા, પિન્ટુ પરમાર, ગજન રમેશભાઇ બારોટ, કીશોરભાઇ મેઘજીભાઇ સુમેસરા, જશુબેન કિશોરભાઇ સુમેસરા, ધર્મેશ કિશોરભાઇ સુમેસરા રહે. રફાળેશ્વર વાળાઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૨-૧૨-૨૦૨૩ ના રોજ સાંજના આશરે સાડા સાત થી આઠ વાગ્યા દરમ્યાન ફરીયાદીના ભાઇ અજય તથા આરોપી ગજન રમેશભાઇ બારોટને અગાઉ માંથાકુટ થયેલ હોય જેનો ખાર રાખી આરોપીઓએ એક સંપ કરી પ્રાણઘાતક હથિયાર ધારીયુ તથા લાકડાના ઘોકા તથા ઇંટુના કટકા સાથે ફરીયાદીના ભાઇ (સાહેદ) અજયભાઇ જગદિશભાઇ ચૌહાણના ઘર પાસે આવી, ફરીયાદી તથા સાહેદોને ભુંડી ગાળો આપી, સાહેદ અજયને જાનથી મારી નાખવાની ધમકી આપી, ફરીયાદીના મકાનના આગળ-પાછળના દરવાજામાં તથા બારીઓમાં તથા સાહેદ- સુલતાન ઉર્ફે પારસની ક્રેટા ગાડીમાં, ધારીયાથી તથા લાકડાના ધોકા તથા ઇંટુના કટકાના ઘા મારી નુકશાની કર્યું હતું. જેથી આ બનાવ અંગે ભોગ બનનાર સુનિતાબેને આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯,૫૦૪,૫૦૬(૨), તથા જી.પી. એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર