મોરબીના ઝીંકીયારી ગામ પાસે આવેલ ઘોડોધ્રોઈ ડેમ 80.10 ટકા ભરાતા નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા
મોરબી: મોરબી તાલુકાનાં ઝીકયારી ગામ પાસે આવેલ ઘોડાધ્રોઇ ડેમ ૮૦.૧૦ % ભરાયેલ છે. ડેમની હેઠવાસના ચેકડેમ ભરવાના હોવાથી તા.૨૨/૧૨/ ૨૦૨૩ ના રોજ રાત્રે ૧૦:૦૦ કલાકે ડેમના ગેટ ખોલવામાં આવનાર હોવાથી નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાનાં ઝીકયારી ગામ પાસે આવેલ ઘોડાધ્રોઇ ડેમ ૮૦.૧૦ % ભરાયેલ છે. ડેમની હેઠવાસના ચેકડેમ ભરવાના હોવાથી તા.૨૨/૧૨/૨૦૨૩ ના રોજ રાત્રે ૧૦:૦૦ કલાકે ડેમના ગેટ ખોલવામાં આવનાર છે. જેથી ડેમની હેઠવાસમાં આવતા ગામ જેમ કે મોરબી તાલુકોના ચકમપર, ઝીકીયારી, જીવાપર, જેતપુર(મચ્છુ), રાપર તથા માળિયા (મિ) તાલુકાના સાપર, સુલતાનપુર, માણાબા, ચિખલી ગામના લોકોને નદીનાં પટમાં અવર જવર ન કરવા અને માલ-મીલકત માલઢોરને સલામત સ્થળે ખસેડી લેવા સૂચનાં આપવામાં આવે છે.