હળવદમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂ/બીયરના જથ્થા સાથે એક ઝડપાયો
હળવદ: હળવદમાં લક્ષ્મીનારાયણ ચોક પાસે જોશીફળી નજીક આરોપી ધવલ નરેન્દ્રભાઇ શુકલના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની/બીયરના જથ્થા સાથે એક ઈસમને હળવદ પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ હળવદમાં લક્ષ્મીનારાયણ ચોક પાસે જોશીફળી નજીક આરોપી ધવલ નરેન્દ્રભાઇ શુકલના કબ્જા ભોગવટાવાળા ખંઢેર રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૪ જેની કિં રૂ. ૧૨૦૦ તથા બીયર ટીન નંગ -૨૧ જેની કિં. રૂ. ૨૧૦૦ એમ કુલ કિં.રૂ.૩૩૦૦ ના મુદ્દામાલ સાથે રેઇડ દરમ્યાન આરોપી ધવલ નરેન્દ્રભાઇ શુકલ (ઉ.વ.૪૨) રહે. જોશીફળી હળવદવાળાને હળવદ પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ પંકજ ચીમનભાઈ ગોઠી રહે. કણબીપરા હળવદવાળાનુ નામ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે તેમજ બંને આરોપીઓ વિરૂદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.