ટંકારાના ઘુનડા (સજનપર) ગામેથી ઈંગ્લીશ દારૂની દશ બોટલ સાથે એક ઈસમ ઝડપાયો
ટંકારા : ટંકારા તાલુકાના ઘુનડા (સજનપર) ગામે આરોપીના રહેણાંક મકાનની બાજુના વાડામાંથી ઈંગ્લીશ દારૂની દશ બોટલ સાથે એક ઈસમને ટંકારા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ઘુનડા (સજનપર) ગામે રહેતા આરોપી ચતુરભાઈ પ્રવિણભાઇ પંચાસરા (ઉ.વ.૨૭) એ પોતાના કબ્જા ભોગવટા વાળા વાડામાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૧૦ કિં રૂ. ૩૦૦૦ ના મુદ્દામાલ સાથે આરોપીને ટંકારા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.