Saturday, March 15, 2025

મોરબીના ગોર ખીજડીયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ગ્રામજનો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

સરકારની વિવિધ યોજનાઓના લાભ છેવાડાના લોકો સુધી પહોંચે અને લોકો આ યોજનાઓના જાણકાર બને તે માટે સમગ્ર ગુજરાત રાજ્યમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અન્વયે મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થયું હતું.

ગોર ખીજડીયા ગામે આવેલા રથમાં ગ્રામજનો અને ઉપસ્થિતોએ વિકસિત ભારત સંકલ્પ અન્વયે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો રેકોર્ડ કરેલો પ્રજાજોગ સંદેશો સાંભળી ફિલ્મનું પ્રદર્શન નિહાળ્યું હતું અને વિકસિત ભારત માટે પ્રતિજ્ઞા લીધી હતી.

આ તકે ગામના સરપંચ ગૌતમભાઈ મોરડીયા એ શાબ્દિક સ્વાગત કર્યું હતું અને શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું ત્યાર બાદ ધરતી કહે પુકાર કે અભિનય દ્વારા માણસોને ધરતી માતા ઉપર થઈ રહેલા પ્રદૂષણ વિશે માહિતી આપવામાં આવી.સાથો સાથ શાળાના બાળકો દ્વારા પ્રદૂષણ ઓછું કરી અને પર્યાવરણને શુદ્ધ કેમ રાખી શકાય તેના વિશેનો બહુ સરસ મજાનો સંદેશો પણ પાઠવ્યો હતો આ તકે આયુષ્માન કાર્ડ અને સન્માન પત્ર વિતરણ કરવામાં આવ્યા હતા અને વિકસિત ભારત માટે હાજર લોકોએ પ્રતિજ્ઞા લીધી હતી ગામની શાળામાં ભણતા તેજસ્વી બાળકોને ઇનામ પણ આપવામાં આવ્યા હતા

ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા સરકારની હાલની વિવિધ યોજનાઓ અને વિકાસ અંગે બધાને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને અંતમાં ગોર ખીજડીયા પ્રાથમિક શાળામાં સરકાર તરફથી નવી આવેલ કોમ્પ્યુટર લેબનું આ સર્વે મહેમાનો ના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું.

ગોર ખીજડીયા ગામે પધારેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં દુર્લભજીભાઈ દેથરીયા (ધારાસભ્ય-ટંકારા પડધરી) જયંતીભાઈ પડસુંબીયા (જિલ્લા પંચાયત સભ્ય) અરવિંદભાઈ વાંસદડીયા(તાલુકા ભાજપ પ્રમુખ), ગામના સરપંચ ગૌતમભાઈ મોરડિયા,પરેશભાઈ રૂપાલા, ધનજીભાઈ દંતાલીયા,સાગરભાઇ સદાતીયા તથા ગોર ખીજડીયા ગામના પંચાયતના સભ્યો તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર