Saturday, March 15, 2025

વાંકાનેર નજીક પાણી-પુરવઠાના પંપીંગ સ્ટેશનમાંથી કોપર વાયરની ચોરીનો ભેદ ઉકેલાયો: 10.13 લાખનાં મુદ્દામાલ સાથે પરપ્રાંતિય ગેંગ ઝડપાઇ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

કોપર વાયરની ચોરી કરતી પરપ્રાંતિય ગેંગના પાંચ શખ્સો ઝડપાયાં, વાંકાનેર સહિત કોપર વાયર ચોરી તથા લુંટના છ ગુનાના ભેદ ઉકેલાયા

વાંકાનેર શહેર નજીક લીંબાળાની ધાર પાસે આવેલ પાણી-પુરવઠા બોર્ડના પંપીંગ સ્ટેશન ખાતે ગત તા. 07 ના રોજ એક ચાલું વિજ ટ્રાન્સફોર્મર તથા એક સ્પેરમા રાખેલ વિજ ટ્રાન્સફોર્મરમાંથી મળી 800 કિલોથી વધારે કોપર વાયરની ચોરી કરવામાં આવી હોય, જે બનાવમાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, જે ભેદ ઉકેલવામાં મોરબી એલસીબી ટીમને સફળતા મળી છે, જેમાં પોલીસે આવા ચોરીના બનાવોને અંજામ આપતા પરપ્રાંતિય ગેંગના પાંચ શખ્સો ઝડપી પાડી વાંકાનેર, ચોટીલા, લખતર, મુળી સહિત કુલ છ કોપર વાયરની ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ આ ચોરીના બનાવમાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હોય, જેમાં વાંકાનેરના બનાવ બાદ ગત તા. ૧૦ ના રોજ ચોટીલા ખાતે રાજકોટ-અમદાવાદ હાઇવે પર આવેલ ચાણપા ગામના પાટીયા નજીક ગુજરાત પાણી પુરવઠા બોર્ડના પંપીંગ

સ્ટેશન ખાતે પણ આ પ્રકારે કોપર વાયર ચોરીનો બનાવ બન્યો હતો, જેના આધારે પોલીસે તપાસ વધુ તેજ કરતાં ચોક્કસ ખાનગી બાતમીને આધારે આ ચોરી લીંબડી-અમદાવાદ

હાઇવે પર આવેલ રામભરોસે હોટલની બાજુમાં આવેલ ભંગારનો ડેલો ધરાવતા ચુનીલાલ ભેરૂલાલ ગુર્જર સહિતનાએ કરી હોવાની માહિતી મળી હતી, જેના આધારે સ્થળ પર તપાસ કરતા ઉપરોકત ચોરીના ગુનાને અંજામ આપનાર ત્રણ ઇસમો તથા ચોરીનો માલ રાખનાર બે ઇસમો એમ કુલ પાંચ ઇસમો, ચોરીના બનાવમાં ઉપયોગમાં લીધેલ વાહન તથા કોપર વાયરનો જથ્થો મળી આવ્યો હતો.

જેથી પોલીસે આ બનાવમાં પરપ્રાંતિય ગેંગના આરોપી ૧). ચુનીલાલ ભેરૂલાલ ગુર્જર (ઉ.વ. ૨૫, હાલ રહે. હાલ લીંબડી ઓનેસ્ટ હોટલથી આગળ, આવેલ ભંગારના ડેલામાં, તા.લીંબડી. મુળ રહે. રાજસ્થાન), ૨). પ્રભુલાલ ઇશ્વરલાલ ગુર્જર (ઉ.વ. ૨૩, રહે. હાલ લીંબડી ઓનેસ્ટ હોટલથી આગળ ભંગારના ડેલામાં, તા.લીંબડી, મુળ રહે. રાજસ્થાન), ૩). દિપકભાઇ રેખારામ ગુર્જર (ઉ.વ. ૨૧, હાલ રહે. શામળાજી, મુળ રહે. રાજસ્થાન), ૪) રતનલાલ સરવણલાલ ગુર્જર (ઉ.વ. ૨૧, રહે. હાલ લીંબડી-સુરેન્દ્રનગર રોડ, પાણી પુરવઠાની બાજુમાં ભંગારના ડેલામાં, તા.લીંબડી, મુળ રહે. રાજસ્થાન) અને ૫) લક્ષ્મણલાલ મેઘરાજ કુમાવત (ઉ.વ. ૨૮, રહે. હાલ. અમદાવાદ, મુળ રહે. રાજસ્થાન)ને ઝડપી લીધા હતા.

પોલીસે ઝડપાયેલ આરોપીઓ પાસેથી 1). 507 કિલો કોપર વાયરના ગુચરા (કિંમત રૂ. ૩,૨૯,૫૫૦), 2). એક બલેનો કાર નંબર GJ 33 F 1880 (કિંમત રૂ. ૩,૦૦,૦૦૦), 3). રોકડ રકમ રૂ. ૧,૮૦,૦૦૦), 4) અશોક લેલન બડા દોસ્ત મોડલની નંબર પ્લેટ વગરનું માલવાહક નાનું વાહન (કિંમત રૂ. ૨,૦૦,૦૦૦), ૫) દસ નંગ પાના (કિંમત રૂ. ૧૧૦૦), ૬) પકડ, આરી કટ્ટર, હાથા વાળા મોટા કદર લોખંડની કોસ નંગ- ૦૬ (કિંમત રૂ. ૨૪૦૦), ૭) છ મોબાઇલ (કિંમત રૂ. ૨૫,૫૦૦) સહિત કુલ રૂ. 10,13,200 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

આ સાથે જ આ બનાવમાં પરપ્રાંતિય ગેંગના આરોપી ૧). રાજુ ગુર્જર (રહે, નાબરીયા, રાજસ્થાન), ૨). ધર્મેશ બાબુલાલ ગુર્જર (રહે. આંકીયા, રાજસ્થાન), ૩). સુખદેવ ગુર્જર (રહે. ક્વાસ્કાગુડા, રાજસ્થાન), ૪). ગોરધનનાથ સુગનનાથ યોગી (રહે. જીતી, રાજસ્થાન), ૫)‌. સુરેશ ગુર્જર (રહે. બરવાડા, રાજસ્થાન), ૬). ડાલુ સાઓ હાલુ ગુર્જર (રહે બબાના, રાજસ્થાન, ૭). પ્રકાશ પન્નાલાલ સાલ્વી (રહે. કુવાસ્કા, રાજસ્થાન) નું નામ ખુલતાં પોલીસે આ તમામને ફરાર દર્શાવી તેની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર