પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના વિશ્વકર્માઓના જીવન માં અમૂલ્ય પરિવર્તન લાવશે:- નિર્મલ જારીયા
મોરબી જીલ્લા ભાજપ ના બક્ષીપંચ મોરચાના પ્રમુખ નિર્મલ જારીયા જણાવે છે કે આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેદ્રભાઈ મોદી ના માગઁ દર્શન હેઠળ પછાત વર્ગો, દિવ્યાંગો જેવા અનેક જાતિઓ ના કૌશલ્ય ધરાવતા બહોળા કારીગરો પોતાની કલાકારીગરી થી સ્વમાન ભેર ધંધો રોજગાર ચલાવી શકે તે માટે સરકાર “પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના” થકી આર્થીક સહાય આપશે.
આ યોજના થકી દરજી વાળંદ(નાઇ),કુંભાર,કડિયા, લુહાર,સુથાર,મોચી વગેરે સમાજ ના કારીગરો ના સશક્તિ કરણને પ્રોત્સાન મળશે. તેમના વેપાર માં વૃદ્ધિ ની શુંખલા ને આગળ વધારવા અને સક્ષમ બનાવવા માટે શરૂઆત થી માંડી અંત સુધી અર્વગ્રાહી સહાય પ્રધાન થશે.જેથીં તેમની સામાજીક,આર્થિક સ્થિત તેમજ તેમના જીવનની ગુણવત્તા માં સુધારો થશે. આ યોજનમાં પ્રાત્રતા ચકાસ્યા બાદ તબક્કાવાર આ યોજના અંતગૅત લાભાર્થીઓ ને લાભ મળશે.
હાલ મોરબી જીલ્લા માં રજીસ્ટેશન ચાલુ હોય આ માટે કોમન સર્વિસ સેન્ટર(CSC ) માથીં કારીગરો રજીસ્ટેશન કરાવી સરકાર ની યોજના નો લાભ મેળવી શકે છે