Saturday, March 15, 2025

મોરબીમાં થયેલ બાઈક ચોરીનો ભેદ ઉકેલી ચોરાવ મોટરસાયકલ કબ્જે કરતી મોરબી ક્રાઇમ બ્રાન્ચ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી સિટી બી ડિવીજન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ મોટરસાયકલ ચોરીના ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ મોટરસાયકલ રીકવર કરતી મોરબી ક્રાઇમ બ્રાન્ચ.

મોરબી એલ.સી.બી. સ્ટાફને ખાનગીરાહે બાતમી મળેલ કે, મોરબી સિટી બી ડિવીજન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રાજપર ચોકડી ખાતેથી ગઇ તા.૦૨/૧૨/૨૦૨૩ ના રોજ મોટરસાયકલની ચોરી થયેલ હોય જેની તપાસમાં તે દરમ્યાન મો.સા. ચોરનારનાર ઇસમ અનિલ કિશોરભાઇ હળવદીયા રહે. જામનગર, શંકર ટેકરી, દિગ્વીજયપ્લોટ વાળો હોવાની ચોક્કસ બાતમી મળેલ હોય જે મળેલ બાતમીના આધારે જામનગર આરોપીના રહેણાંક ખાતે તપાસ કરતા ચોરીમાં ગયેલ મુદામાલનું મોટર સાયકલ જેના આર.ટી.ઓ રજી.નં.GJ-36-M- 0119 વાળુ આરોપી અનિલ કિશોરભાઇ હળવદીયા રહે. શંકર ટેકરી, આશાપુરા મંદિર પાછળ, દિગ્વીજયપ્લોટ, જામનગર ખાતેથી મળી આવતા જે આરોપીની પુછપર કરતા પોતે મોટરસાયકલ મોરબી ખાતેથી ચોરેલ હોવાની કબૂલાત આપતા આરોપીના કબ્જા માંથી હિરો એચ.એફ. ડિલક્ષ મોડલનું મો.સા. જેની કિ.રૂ. ૨૦,૦૦૦/- ગણી ચોરીના ગુનાના કામે કબ્જે કરી આરોપી હાલે અસ્વસ્થ હોય જેથી આગળની કાર્યવાહી અર્થે અર્થે મોરબી સિટી બી ડિવી. પો.સ્ટે. તરફ મુદામાલનું મો.સા. સોપી વણ શોધાયેલ ગુનો શોધી કાઢવામાં મોરબી એલ.સી.બી.ને સફળતા મળેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર