મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી પુત્ર ના જન્મદીન ની ઉજવણી કરતા PSI ડી.બી. ઠક્કર
વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવા નો અનોખો સેવા યજ્ઞ ચલાવવા મા આવે છે ત્યારે મોરબી ટ્રાફીક શાખા માં પી.એસ.આઈ. તરીકે ફરજ બજાવતા ડી.બી.ઠક્કર દ્વારા તેમના પુત્ર બ્રિજભાઈ ઠક્કર ના ૨૧મા જન્મદીન ની ઉજવણી સદાવ્રત મા મહાપ્રસાદ યોજી કરવામાં આવી હતી.
પ્રવર્તમાન સમયે લોકો પોતાના સ્વજનો ના જન્મદીન ની ઉજવણી વૈભવી રીતે કરતા હોય છે ત્યારે પી.એસ.આઈ. ઠક્કર દ્વારા સેવા કાર્ય મા સહયોગ આપી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સમાજ ને નવો રાહ ચિંધ્યો છે. આ તકે પી.એસ.આઈ. ડી.બી. ઠક્કર, નીતાબેન દીલીપભાઈ ઠક્કર, બ્રિજભાઈ ઠક્કર, હેમાંગીબેન ઠક્કર, મીતભાઈ ઠક્કર સહીત ના ઠક્કર પરિવાર ના સભ્યોએ ઉપસ્થિત રહી તેમના વરદ્ હસ્તે પ્રસાદ વિતરણ કર્યુ હતુ.
તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ પ્રાર્થના મંદિર ના ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ,ચિરાગ રાચ્છ,અનિલભાઈ સોમૈયા,કીશોરભાઈ ઘેલાણી સહીતના અગ્રણીઓ એ અભિનંદન સહ જન્મદીન ની શુભકામના પાઠવી હતી.
માલધારી શખ્સે ઝાટકાના તાર લાકડીથી તોડી કર્યું નુકસાન
હળવદમાં બટુક કુવાના માર્ગ ઉપર આવેલ વાડીમાં વાવેલ જીરુંના મોલને ભૂંડ અને અન્ય પશુઓથી રક્ષણ માટે વાડીની ફરતે સોલાર ઝાટકા લગાવેલ હોય ત્યારે પોતાના બકરા લઈને ચરાવવા આવેલ શખ્સે વાડીના માલીક પ્રૌઢ ખેડૂતને આ ઝાટકા બંધ કરવાનું કહેતા ખેડૂતે ઝાટકા બંધ કરવાની...
મોરબી શહેરના અયોધ્યાપુરી મેઈન રોડ ઉપર આવેલ મદીના પેલેસ સામે આવેલ ખંઢેર મકાનની બાજુમાંથી બિયરના ૯૬ ટીન સાથે એક ઇસમને પકડી લેવામાં આવ્યો છે, આ સાથે પોલીસે પકડાયેલ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમને બાતમી મળી કે મદીના...