મધ્યપ્રદેશ ની ભૂલી પડેલ કિશોરીને મોરબી અભયમ ટીમ દ્વારા સલામત આશ્રય અપાવ્યો
ગત તા. ૧૯ ના રોજ સાંજે એક જાગૃત નાગરિકે ફોન કરી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન ટીમને માહિતી આપી હતી કે સિરામિક ઉદ્યોગમાં કામ કરતી ૧૩ વર્ષની કિશોરી ત્રાજપર ચોકડી પાસે ભૂલી પડી છે જે મધ્યપ્રદેશ તેના વતનમાં જવા નીકળ્યા બાદ રસ્તો ભૂલી હતી જેથી ૧૮૧ ટીમના કાઉન્સેલર વૈશાલીબેન અને કોન્સ્ટેબલ ભારતીબેનની ટીમ પાયલોટ સાથે દોડી ગઈ હતી જે કિશોરીની ઉંમર 13 વર્ષની હતી. કિશોરી ખૂબ ગભરાયેલી હતી. કિશોરી રડતી હતી .કિશોરીના કાઉન્સિલિંગ દરમિયાન જાણવા મળ્યું કે તે તેમના કાકાના ફ્રેન્ડ સાથે 15 વ્યક્તિઓ એક મહિના પહેલા કામ અર્થે મોરબી આવેલ. કિશોરીના માતા- પિતા હયાત નથી. કિશોરી તેમના કાકી સાથે રહેતી હતી. તેથી તેમના કાકી એ તેમને કામ માટે અહીં મોકલેલ હતી.
તેમના ગામના વ્યક્તિઓનું કામ પૂર્ણ થતા તે લોકો મધ્યપ્રદેશ જવા માટે નીકળી ગયેલ હતા. કિશોરી ઠેકેદાર સાથે હતી. ઠેકેદાર પણ તેમના ગામ ના હતા. કાર્ય સ્થળ પર ઠેકેદાર બદલાતા કિશોરીને કંપની પરથી તેના ઘરે જવા માટે નીકળેલ હતી. કિશોરીને તેમના વતનમાં તેમના ઘરનું એડ્રેસ ખ્યાલ હતું. મધ્યપ્રદેશના ઇન્દોર જિલ્લાના એક ગામમાં રહે છે . પરંતુ મોરબીમાં જે કંપનીમાં કામ કરવા માટે આવેલ હતી તે કંપનીનું નામ યાદ હતું નહીં. પરંતુ કંપની કયા વિસ્તારમાં આવેલી છે. તેનું એમને ખ્યાલ હોવાથી કિશોરીએ જણાવેલા સરનામા પર લઈ ગયેલ પરંતુ ત્યાં પણ તેમને કઈ યાદ આવેલ નહીં તથા તેમના કાકી કાકાનો કોઈનો પણ નંબર ખ્યાલ હતો નહી તેથી કિશોરીને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લઈ આવેલ ત્યારબાદ કિશોરીએ જણાવે સરનામા મુજબ તેમના ગામની હદના પોલીસ સ્ટેશનમાં બી’division પોલીસ સ્ટેશનના કર્મચારીએ મધ્ય પ્રદેશના થાણા અધિકારી સાથે કિશોરી અંગે જાણ કરી હતી અને કિશોરીનો ફોટો સોશ્યલ મીડિયાના માધ્યમથી મોકલી આપ્યો હતો અને તેના કાકા-કાકીનો કોન્ટેક્ટ ના થાય ત્યાં સુદી કિશોરીને વિકાસ ગૃહમાં સુરક્ષિત આશ્રય આપવામાં આવ્યો છે