રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની મોરબી મુલાકત અર્થે મોરબી જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઈ
મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની ૨૦૦ મી જન્મ જ્યંતીને અનુલક્ષીને ૧૧૦૦ કુંડી મહાયજ્ઞનું આયોજન
મોરબી ખાતે આગામી તા.૨૪-૧૨-૨૦૨૩ ના રોજ ગુજરાતના માન.રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની મોરબી મુલાકાત અર્થે કલેકટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી.
તા.૨૪-૧૨-૨૦૨૩ના રોજ આર્યભૂમિ, પ્રભુરત્ન પાર્ટી પ્લોટ પાછળ, એસ.પી.રોડ મોરબી ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની ૨૦૦ મી જન્મ જ્યંતીને અનુલક્ષીને ૧૧૦૦ કુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ યજ્ઞમાં માન.રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિત રહેવાના હોય તે સંદર્ભે મોરબી જિલ્લા નિવાસી અધિક કલેકટર એન.કે. મુછારની ઉપસ્થિતમાં મોરબી જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં તમામ અધિકારીઓને જરૂરી વ્યવસ્થા અને સુચારૂ આયોજન કરવા સુચનો કર્યા હતા.