મોરબીના માળિયા ફાટક નજીકથી ઈંગ્લીશ દારૂથી ભરેલ ટ્રક સાથે એક ઈસમ ઝડપાયો
મોરબી: અગામી 31 ડિસેમ્બરની ઉજ્જવણી અર્થે ટાટા ટેન્કર ચોર ખાના બનાવી તેમાં છુપાવી લઇ જવાતો મસ મોટો ઇંગ્લીશ દારૂનો જથ્થો કુલ કિ.રૂ.૧૯,૯૫,૫૬૦/- ના મુદામાલ સાથે એક આરોપીને મોરબી લોકલ ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયો છે.
મોરબી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન મોરબી પોલીસને સયુંકતમાં ખાનગી બાતમી મળેલ કે, વાંકાનેર થી માળીયા મી. હાઇવેરોડ ઉપર વાંકાનેર તરફથી ટેન્કર નંબર GJ-12-BV-1078 વાળામાં ગેરકાયદેસર રીતે ઇંગ્લીંશદારૂનો જથ્થો ભરી માળીયા મીયાણા તરફ જાય છે. તેવી સચોટ મળેલ બાતમીના આધારે વાંકાનેર માળીયા હાઇવે રોડ ઉપર માળીયા ફાટક ઓવરબ્રીજપુના છેડા પાસે બાતમીવાળા ટેન્કરની વોચ ગોઠવતા ઉપરોકત નંબરવાળો ટેન્કર મળી આવતા જેમાં ચોર ખાના બનાવેલ હોય જે ચેક કરતા ચોર ખાનામાંથી ઇંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની, મોટી બોટલો નંગ ૫૯૬૪ કિં.રૂ. ૯૮૬૪૦૦ તથા અન્ય મુદામાલ મળી કુલ કિં રૂ. ૧૯,૯૫, ૫૬૦ ના મુદ્દામાલ સાથે એક ઇસમ ટેન્કર ડ્રાઇવર લક્ષ્મણરામ જુજારામ જાટ ઉ.વ.૨૮ રહે.સરણુ, ફોગીયાસરા મુંઢણો કી ઢાણી, થાણુ બાડમેર સદર, તા.જી. બાડમેર રાજસ્થાનવાળાને પકડી પાડયો હતો જ્યારે અન્ય ઈસમ ટેન્કર નંબર GJ-12-BV-1078 વાળાના માલીક તથા માલ મોકલનાર જયદિપ જાટ રહે. થવા તા.જી. બાડમેર રાજસ્થાનવાળાનુ નામ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે જ્યારે આગામી 31 ડિસેમ્બરની ઉજ્જવણી અર્થે લઇ જવાતો મસ મોટો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડી આરોપીઓ વિરુદ્ધ મોરબી સિટી બી ડિવી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો રજિસ્ટર કરાવેલ છે.
