મોરબી: આગામી તારીખ 23 અને 24 ડીસેમ્બર 2023 ના રોજ દ્વારકા ખાતે યોજાનાર આહીરાણી મહારાસ અંતગઁત આજે તારીખ 16 ડિસેમ્બરના રોજ મોટા દહીસરા મુકામે ભોજાબાપા મકવાણાના મંદિરે મહારાસની આમંત્રણ પત્રીકા આપવા માટે મહારાસના અધ્યક્ષ કલ્પનાબેન જરું, ડૉ. હર્ષાબેન મોર,નીતાબેન હુંબલ,ભારતીબેન વારોતરિયા તેમજ દરેક ગામમાંથી બહોળી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યાં હતા..
આ તકે મોટા દહીસરા મુકામે મોરબી જીલ્લા આહીર કમઁચારી મંડળના ઉપપ્રમુખ રમેશભાઈ હુંબલ અને આહીર સમાજ મોટા દહીસરા ના ભાઈઓ અને બહેનો દ્વારા આવેલ મહેમાનોનુ ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામા આવ્યુ. તેમજ બધાં માટે ચા પાણીની સુંદર વ્યવસ્થા કરવામાં આવી. આ પ્રસંગે મોરબી જીલ્લા આહીર કમઁચારી મંડળ ના સભ્યો અજયભાઈ ડાંગર, રાજેશભાઈ મંઢ, વિજયભાઈ કાનગડ, વિજયભાઈ હુંબલ, પ્રદિપભાઈ કુવાડીયા, રમેશભાઈ છૈયા,તેમજ વિનોદભાઈ મકવાણા વિશેષ હાજર રહ્યા. સાથે સાથે વવાણીયા મુકામે માતૄ રામબાઈ માતાજીના ચરણો મા પણ આમંત્રણ પત્રીકા અપઁણ કરી આમંત્રણ આપવામા આવ્યુ.
વવાણીયા ખાતે રામબાઈમા મંદિરધામ ટ્રસ્ટ દ્રારા પણ ઢોલ નગારા સાથે સ્વાગત કર્યું.રાવતભાઈ કાનગડ દ્રારા ચા પાણી અને નાસ્તાની સુંદર વ્યવસ્થા કરવામા આવી. તેમજ રામબાઈ મંદિર ટ્રસ્ટના પ્રમુખ જશુભાઈ રાઠોડ દ્વારા મહારાસ ના અધ્યક્ષ કલ્પનાબેન જરુ નું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું.તેમજ રામબાઈ મંદિર ટ્રસ્ટ ના પ્રમુખ જશુભાઈ દ્વારા 11000રૂ નું યોગદાન આપવામાં આવ્યું.અને મહંત પ્રભુદાસ બાપુ એ આશીર્વચન પાઠવ્યા હતા.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ગુજરાત કોમન એન્ટ્રેસ ટેસ્ટ (ગુજકેટ) - ૨૦૨૫ ની પરીક્ષા આગામી તા. ૨૩/૦૩/૨૦૨૫ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકથી ૧૬:૦૦ કલાક દરમિયાન યોજાનાર છે. આ પરીક્ષાઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તેમજ પરીક્ષાની કાર્યવાહીમાં અડચણ ન આવે તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે...
મોરબીના વાવડી રોડ ઉપર આવેલ સામૈયા સોસાયટીમાં ભાડેના મકાનમાં રહેતા ૫૨ વર્ષીય પ્રૌઢે અન્ય જગ્યાએ ભાડે મકાન શોધવા છતાં નહિ મળતા જે બાબતનું લાગી આવતા માનસિક તણાવમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પ્રૌઢનું મૃત્યુ નીપજ્યું હતું.
મોરબીમાં વાવડી રોડ સોમૈયા સોસાયટીમાં ભાડે રહેતા મૃતક રાજેશભાઇ અમૃતલાલ ગોહિલ ઉવ.૫૨ એ ગઈકાલ...