મોરબી: લોકસભાની ચૂંટણી પહેલાં વિવિધ સંગઠનોમાં ફેરફાર ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લામાં યુવા મોરચામાં પ્રમુખ અને મહામંત્રીની આજે નવી નિમણૂંકો કરવામાં આવી છે.
મોરબી જિલ્લા ભાજપ દ્વારા યુવા મોરચામાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે જેમાં પ્રમુખ તરી સાગરભાઈ સદાતીયાની નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે મહામંત્રી તરીકે તપન દવે અને શક્તિસિંહ જાડેજાની નિમણૂંક કરવામાં આવી છે.
