Monday, September 23, 2024

રાજ્યની જેલોમાં રહેલ કેદીઓના માનદ વેતનમાં વધારો કરવામાં આવતા મોરબી સબ જેલ ખાતે કાર્યક્રમ યોજાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: રાજ્યની જેલોમાં રહેલ કેદીઓના માનદ વેતનમાં સરકાર દ્વારા વધારો કરવામાં આવ્યો છે જે અંતર્ગત આજે તા. ૧૬-૧૨- ૨૦૨૩ ને રોજ મોરબીની સબ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જેલના કર્મચારીઓ તથા જેલના કેદીઓએ‌ ભાગ લીધો હતો.

રાજયની જેલોમાં રહેલ સજા પામેલ કેદીઓને જેલમાં માનસ સુધારણા પ્રવુતિના ભાગરૂપે સજા પુર્ણ કરી જેલ મુક્ત થયા બાદ તેઓ સમાજમાં પુનવર્સન પામી શકે, તેઓના જેલ જીવન દરમ્યાન દૈનિક પ્રવુતિ સાથે આર્થિક ઉપાર્જન પણ મળી રહે તેમજ તેઓના કૌશલયનો પણ વિકાસ થાય તેવા વિવિધ રચનાત્મક અને હકારાત્મક અભિગમ અન્વયે કેદીઓને જેલમાં કામગીરી સોપવામાં આવે છે આ કામગીરીના ભાગરૂપે કેદીઓને વર્ગીકુત કરી બિન કુશળ, અર્ધકુશળ અને કુશળની યાદીમાં સમાવેશ કરવામાં આવેલ છે અને તેઓએ કરેલ કામગીરીના બદલામાં દૈનિક માનદ વેતન ચુકવવામાં આવે છે જે માનદ વેતનના દર તેમજ મોંધવારી આંકને લક્ષમાં લઇ જેલોના ઇન્સ્પેકટર જનરલનાઓ સતત પ્રત્યનોશીલ રહી. કેદીઓના માનદ વેતનમાં વધારો કરવાની બાબત સરકારશ્રીની સક્રિયા વિચારણા હેઠળ હતી,, પુખ્ત વિચારણાને અંતે વધારો કરવામાં આવેલ છે જે અંતર્ગત આજ તા.૧૬/૧૨/ ૨૦૨૩ રોજ અત્રેની જેલે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતુ અને સદર કાર્યક્રમ ઇ.ચા.અધિક્ષક એ.આર. હાલપરાનાઓ સાથે જેલના કર્મચારીઓ તથા જેલના કેદીઓએ ભાગ લિધેલ હતો.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર