Monday, January 13, 2025

મોરબીમાં મારામારીના ગુન્હામાં છેલ્લા ચાર વર્ષથી નાસતો ફરતો ઇસમ ઝડપાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના મારામારીના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીને સેલવાસથી મોરબી લોકલ ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયો છે.

મોરબી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડનો સ્ટાફ નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે પ્રયત્નશીલ હોય તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના ASIને ખાનગીરાહે બાતમી મળેલ કે, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ઇ.પી.કો.ક. ૩૦૭ વિ. મુજબના ગુન્હામાં નાસતો ફરતો આરોપી સંતોષ રામાધીન શાસ્ત્રી રહે. મુળ બંડુઆ તા. સરીદા જી. હમીરપુર ઉત્તર પ્રદેશ વાળા વલસાડ, સેલવાસ તરફ હોવાની ચોકકસ બાતમી મળેલ હોય જે બાતમીના આધારે પોલીસ ટીમ સાથે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા ઉપરોકત ગુનાના કામે નાસતો ફરતો આરોપી સંતોષ રામાધીન દુબે (શાસ્ત્રી) ઉ.વ. ૩૮ ધંધો સિક્યુરીટી રહે. મુળ બંડુઆ તા. સરીદા, થાણુ મુસ્કરા જી. હમીરપુર ઉત્તર પ્રદેશ વાળો રહે. હાલ. સાયલીગામ, સાયલી- સેલવાસરોડ ઉપર સાંઇબાબના મંદિર સામે, ચાલમાં તા.જી. સેલવાસ વાળો મળી આવતા તેને હસ્તગત કરી સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ. મુજબ મારામારીના ગુનામા અટક કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં સોપવા કાર્યવાહી હાથ ઘરેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર