ફિલ્મ અભિનેત્રી અમિષા પટેલ ફરી એકવાર કાયદાકીય મુશ્કેલીમાં મુકાઈ હોય તેવું જોવા મળે છે એક ઉદ્યોગપતિએ અમિષા પટેલ પર 2.5 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો છે.અજયકુમાર સિંહ નામના ઉદ્યોગપતિએ અમિષા પટેલને કોર્ટમાં પહોંચાડી છે.સ્પોટબોય ડોટ કોમ પર પ્રકાશિત થયેલા સમાચાર મુજબ અજયકુમાર સિંહ લવલી વર્લ્ડ એન્ટરટેઇનમેન્ટના પ્રોપરાઇટર છે .અમિષા પટેલ વિરુદ્ધ તેણે કેસ દાખલ કર્યો છે અને આરોપ લગાવ્યો છે કે અમીષા પટેલે તેમને 2.5 કરોડ રૂપિયાની ઉચાપત કરી છે. રિપોર્ટ અનુસાર, અમીષા પટેલ,અજય કુમારને 2017માં એક ઇવેન્ટમાં મળી હતી અને તેની કંપનીમાં દેશી મેજિકમાં રોકાણ કરવાનું કહ્યું હતું.જયારે અજયે દોઢ કરોડ રૂપિયા ફિલ્મ માટે ટ્રાન્સફર કરી દીધા પછી અમીષાએ ફિલ્મ કરવાનો ઇન્કાર કરી દીધો હતો. જ્યારે અજયને ખબર પડી કે આ ફિલ્મ ક્યારેય નહોતી બની, પછી તેણે અમીષા પટેલ પાસેથી પૈસા પાછા માંગવાની શરૂઆત કરી.
હજી સુધી અમિષા પટેલે પૈસા પરત કર્યા નથી, તેથી અજયે કોર્ટનો સંપર્ક કર્યો છે હવે આ મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો છે.ઝારખંડ હાઈકોર્ટના ન્યાયાધીશ આનંદ સેન વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા આ કેસ અંગે સુનાવણી કરી ચૂક્યા છે અને અભિનેત્રી અમિષા પટેલને તેમનો જવાબ આપવા માટે 2 અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે.જ્યારે અજયકુમાર સિંહે અમીષા પટેલ પાસેથી પૈસા માંગ્યા ત્યારે તેણે એક ચેક આપ્યો જે બાઉન્સ થઈ ગયો.
આને કારણે હવે અમીષા પટેલે અજયકુમાર સિંહ સાથે છેતરપિંડી કરી હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.કોર્ટે બંને પક્ષને 2 અઠવાડિયાનો સમય આપ્યો છે.આ અગાઉ આ કેસની સુનાવણી નીચલી અદાલતમાં થઈ હતી.હવે આ મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો.હજુ સુધી અમીષા પટેલે આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.