માળિયાના નવા અંજીયાસર ગામે યુવતીનો ગળેફાંસો ખાઈ આપઘાત
માળિયા (મ) તાલુકાના નવા અંજીયાસર ગામે ગળેફાંસો ખાઈ જતાં યુવતીનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ હસીનાબેન અબ્દુલભાઇ માણેક ઉવ-૧૮ રહે નવા અંજીયાસર તા-માળીયા મી. જી-મોરબી વાળા પોતાના ઘરે પોતાની મેળે ગળેફાંસો ખાઇ જતાં મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે માળિયા (મી) પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.