મોરબીમાં જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા
મોરબીમાં અલગ અલગ વિસ્તારમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમોને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબીના ઇન્દિરાનગર મંગલમ વિસ્તાર શેરીમાં તથા મોરબી માળિયા નેશનલ હાઇવે રોડ ઉપર કાવેરી સિરામિક પાસે શક્તિ સોસાયટી પાસે આવેલ ગેરજ પાસે તીનપત્તીનો જુગાર રમતા કુલ પાંચ ઇસમો હાજીભાઇ ઉમરભાઇ જામ ઉવ.૪૩ રહે. ઇન્દિરાનગર વાંજાબાપાની ડેરી પાસે મોરબી, શાકિરઅલી રમજાનઅલી શેખ ઉવ.૫૪ રહે. કાંતીનગર મસ્જીદ પાસે મોરબી, સાઉદીનભાઇ ઓસ્માણભાઇ કટીયા ઉવ.૪૮ રહે. લાતીપ્લોટ શેરી નં.૪ મોરબી, જુસબભાઇ મામદભાઇ મોવર ઉવ.૫૩ રહે. શકતિનગર સોસાયટી કાવેરી સિરામિક પાછળ મોરબી માળીયા ને.હા.રોડ ઉપર મોરબી, ગુલામહુશેન અભરામભાઇ મોવર ઉવ.૪૯ રહે. શકતિનગર સોસાયટી કાવેરી સિરામિક પાછળ કંડલા હાઇવે રોડ મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૬૪૪૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગાર ધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.