મોરબીના લાતી પ્લોટમાં જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા
મોરબી: મોરબીના લાતી પ્લોટ શેરી નં -૦૨ ના નાકા પાસે તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમોને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબીના લાતી પ્લોટ શેરી નં -૦૨ ના નાકા પાસે તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમો અબ્દુલભાઇ મામદભાઇ જુણાચ ઉ.વ.૫૬ રહે.મોરબી નવાડેલા રોડ ઘાંચી શેરી, ભુપેન્દ્રસિંહ ખોડુભા પરમાર ઉ.વ.૫૬ રહે. મોરબી શનાળારોડ ગુહા.બોર્ડ પેટ્રોલપંપ વાળી શેરી, દીલીપભાઇ અમરશીભાઇ જાદવ ઉ.વ.૪૧ રહે.સજનપર (ધુનડા) તા. ટંકારાવાળાને રોકડ રકમ રૂ.૫૬૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.