Friday, September 20, 2024

મોરબીની શાળા કોલેજોમાં સત પ્રેરણા ટ્રષ્ટ ગાંધીનગર દ્વારા વિનામૂલ્યે ભગવત ગીતાનું વિતરણ કરાયું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી:આજના સમયે લોકો અનેકવિધ સેવાકીય,સદપ્રવૃત્તિ દ્વારા સમાજ ઉત્થાનનું,સામાજિક ચેતના જગાવવાનું કામ કરતા હોય છે ત્યારે આગામી 22 ડિસેમ્બરના રોજ ગીતા જયંતિ હોય અને સરકાર દ્વારા શિક્ષણમાં ગીતા વિષય દાખલ કરેલ હોય અને વિદ્યાર્થીઓ બાળપણથી જ ગીતાનું જ્ઞાન મેળવે,વિદ્યાર્થીઓ ગીતાના શ્લોકો કંઠસ્થ કરતા થાય,આજના બાળકો જ રાષ્ટ્રનું ભવિષ્ય છે, તેમનામાં ઉત્તમ સંસ્કારોનું સિંચન સાહસ,એકાગ્રતા,ધૈર્ય, બળ અને નિર્ભયતા વગેરે દૈવી ગુણોનો વિકાસ થાય

આજે જ્યારે અમેરિકા,ઈંગ્લેન્ડ,અને જર્મની જેવા દેશના બાળકો પણ ગીતા શ્લોકો બહુ ઉત્સાહથી પાઠ કરે છે તો પુણ્યભુમી ભારતના બાળકો કેમ વંચીત રહે? વિદ્યાર્થીઓ શ્રીગીતાજીનું મહત્વ અને જીવનમાં ગીતાજીની ઉપયોગીતા સમજે એવા શુભાસયથી છેલ્લા સોળ વર્ષથી ગીતા જ્યંતી નિમિત્તે વિદ્યાર્થીઓને ગીતાજીનું વિતરણ કરવામાં આવે છે એજ રીત પ્રેરણા મૂર્તિ ભારતીજીનો સંકલ્પ છે કે આ વર્ષે પાંચ લાખ ગીતાજીનું વિતરણ વિદ્યાર્થીઓને કરવું એના ભાગરૂપે ગાંધીનગરના સત પ્રેરણા ટ્રષ્ટ દ્વારા મોરબીની શાળા કોલેજોમાં જઈ વિદ્યાર્થીઓને વિવિધ પ્રવૃત્તિઓ કરાવી, ધો.6 થી કોલેજ કક્ષાના વિદ્યાર્થીઓને માધપરવાડી કન્યા શાળા,સ.વ.પ.કન્યા વિદ્યાલય ડી.જે.પી કન્યા વિદ્યાલય, જે.એ.પટેલ મહિલા કોલેજ વગેરે શાળા કોલેજમાં વિનામૂલ્યે ગીતાજીનું વિતરણ કરી દરરોજ એક શ્લોક કંઠસ્થ કરવાની સતપ્રેરણા ટ્રષ્ટ દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરણા આપેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર