વાંકાનેરના ગુંદાખડા ગામે યુવકને ચાર શખ્સોએ માર માર્યો
વાંકાનેર: વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામની સીમમાં યુવક ઢોર ચરાવવા તળાવ પાસે આવતો હોય તે આરોપીઓને સારૂં નહીં લાગતાં યુવકને ગાળો આપી લાકડી પાઈપ વડે માર માર્યો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર યુવકે આરોપીઓ વિરુદ્ધ વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામે રહેતા કરમણભાઈ ખીમાભાઇ બાંભવા (ઉ.વ.૪૫) એ આરોપી પોપટભાઈ કરમશીભાઈ સાપારા, ભકાભાઈ પોપટભાઈ, વીહાભાઈ માધાભાઇ સાપારા, રવજીભાઈ પોપટભાઈ સાપારા, દર્શનભાઈ ચોથાભાઈ સાપારા રહે. બધા ગુંદાખડા ગામે તા. વાંકાનેરવાળા વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૦-૧૨- ૨૦૨૩ ના રોજ ફરીયાદી પોતાના માલ-ઢોર ચરાવાવ તળાવ પાસે આવતા જે આરોપીઓને સારુ નહી લાગતા ફરીયાદીને ગાળો ભુંડા બોલી લાકડી વતી માર મારી ડાબા હાથના કાંડાથી ઉપર મુંઢ ઇજા કરી તેમજ ગળાના ભાગે મુંઢ ઇજા કરી રણછોડભાઇને પણ આરોપીઓએ ગાળો ભુંડા બોલી લાકડી પાઇપ વતી માર મારી જમણા પગે તેમજ ડોક ઉપર મુંઢ ઇજાઓ કરી હોવાથી ભોગ બનનાર કરમણભાઈએ આરોપીઓ વિરુદ્ધ વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ -૩૨૩,૫૦૪,૧૧૪ તથા જી.પી. એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.