Wednesday, January 8, 2025

મોરબીમાથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી મંગલભુવન જલારામ પેલેસ એપાર્ટમેન્ટની બહાર પાર્કીંગમાથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઇ છે.

મળતી માહિતી મુજબ મોરબી નાગર પ્લોટ મંગલભુવન જલારામ પેલેસ બ્લોક નં -૦૨ માં રહેતા વિનોદભાઈ કિશોરભાઈ ભારવાણી (ઉ.વ.૪૫)એ આરોપી અજાણ્યા ચોરી ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૪-૧૧-૨૦૨૩ ના રોજ કોઈ પણ સમયે અજાણ્યા આરોપીએ ફરીયાદીનુ હોન્ડા કંપનીનુ સાઇન મોરા રજીસ્ટર નંબર જીજે-૦૩- એચ.જે- ૬૩૪૬ સને૨૦૧૫નુ મોડલગ્રે- કલરવાળુ કિ.રૂ.૪૦,૦૦૦/-વાળુ મોટર સાઇકલ (જંગમમિલ્કત) પરવાનગી વગર કે સહમતી વગર પાર્ક કરેલ તે જગ્યાએથી ખસેડી ચોરી કરી લઈ ગયો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર વિનોદભાઈએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૭૯ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર