મોરબીમાથી ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક ઈસમ ઝડપાયો
મોરબી: મોરબીના સામા કાંઠે શોભેશ્વર રોડ વૃધ્ધાશ્રમની સામે રોડ પરથી ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબીના સામા કાંઠે શોભેશ્વર રોડ વૃધ્ધાશ્રમની સામે રોડ પરથી આરોપી જગદીશભાઇ ઉર્ફે જીગો રમેશભાઈ પાટડિયા ઉ.વ.૨૫ રહે. કુબેર ટોકીઝ પાછળ ધાર ઉપર મેઇન શેરીમાં મોરબીવાળા પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૨ કિં રૂ. ૬૮૦ ના મુદ્દામાલ સાથે આરોપીને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.