Tuesday, January 7, 2025

એન.ડી.પી.એસ.ના ગુનામાં નાસતા ફરતા આરોપીને મોરબી લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી સિટી બી ડિવીજન પોલીસ સ્ટેશનના એન.ડી.પી.એસ.ના ગુનામાં નાસતા ફરતા આરોપીને મોરબી લોકલ ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયો છે.

મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડનો સ્ટાફ નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે પ્રયત્નશીલ હતા. તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડને ખાનગીરાહે બાતમી મળેલ કે, મોરબી સિટી બી ડિવીજન પોલીસ સ્ટેશન બી પાર્ટ એન.ડી.પી.એસ. એકટ કલમ ૮(સી), ૨૦(૨)બી, વિ. મુજબના ગુનાના કામેનો નાસતો ફરતો આરોપી ભરતભાઈ રતીલાલભાઇ ચૌહાણ રહે. ધ્રાંગધ્રા, ડાભી સોસાયટી, સી.એન.જી.પંપ પાસે, મુળ રહે. રાજપર તા. ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર વાળો વાંકાનેર ભાટીયા સોસાયટીમાં રહેતા તેમના સબંધી મનોજભાઇ દરજીના ઘરે આવનાર હોવાની ચોકકસ બાતમી મળતા પોલીસ ટીમ સાથે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા ઉપરોકત ગુનાના કામે નાસતો ફરતો આરોપી ભરતભાઇ રતીલાલભાઇ ચૌહાણ (દરજી) ઉવ. ૬૨ ધંધો. દરજીકામ રહે. ધ્રાંગધ્રા, ડાભી સોસાયટી, સી.એન.જી.પંપ પાસે, મુળ રહે. રાજપર તા. ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર વાળો મળી આવતા તેને હસ્તગત કરી સી.આર.પી.સી.કલમ ૪૧(૧) આઇ. મુજબ ઉપરોકત ગુનાના કામે અટક કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી સિટી બી ડિવીજન પોલીસ સ્ટેશન સોપવા કાર્યવાહી હાથ ઘરેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર