સરકારી હાઈસ્કૂલ વેગડવાવનો સાયન્સ પ્રોજેક્ટ રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામ્યો
હળવદ તાલુકાની શ્રી સરકારી માધ્યમિક શાળા વેગડવાવ ખાતે આચાર્ય રણજીતભાઈ ચાવડા વર્ગ 2ના પથદર્શક અને સચોટ માર્ગદર્શન હેઠળ તથા શિક્ષક માધુરીબેન માલવણીયા, કિરીટભાઈ ચૌહાણ, તથા પ્રોજેક્ટના માર્ગદર્શક શિક્ષક ભાવેશભાઈ ડાંગરે સમગ્ર ટીમના સંકલનથી આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા 31મી રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ 2023માં ટોલ બુથ અથવા રોડ પર જતા વાહનો દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરવુંએ વર્કિંગ મોડલ પ્રોજેક્ટ રજૂ કર્યું હતું
જે અંતર્ગત નિ:શુલ્ક વિદ્યુત ઉત્પન્ન કરી શકાય તે પણ પ્રદૂષણ મુક્ત,જે વર્તમાન સમયની સૌથી અગત્યની જરૂરીયાત પૂરી પાડી શકે છે. જેમાં ટીમ લીડર રાઠોડ હિમાંશુ તથા રાઠોડ ધવલ બંને વિદ્યાર્થીઓની અથાગ મહેનતથી પ્રોજેક્ટ જિલ્લા કક્ષાએ પસંદગી થતા તારીખ 30-11-23 થી 3-12-23 ના રોજ અમદાવાદ સાયન્સ સીટી ખાતે રાજ્ય કક્ષાના NCSC માં સમગ્ર ગુજરાત રાજ્યમાંથી જિલ્લા દીઠ પસંદ થયેલ 10 પ્રોજેક્ટ એટલે કુલ 330 પ્રોજેક્ટ રજુ થયા હતા.
તે તમામ પ્રોજેક્ટ ખૂબ જ હાઈ લેવલ થીંકીંગના હતા તમામ પ્રોજેક્ટ વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી હતી.તમામ મૂલ્યાંકનકારોએ યોગ્ય માપદંડ અનુસાર મૂલ્યાંકન કરી કુલ 26 પ્રોજેક્ટ પસંદ કર્યા. જે પૈકી એક વેગડવાવ હાઈસ્કૂલનો પ્રોજેક્ટ પસંદ થયેલ છે. તે તમામ પ્રોજેક્ટ આગામી સમયમાં રાષ્ટ્રીય કક્ષાએ પ્રતિનિધિત્વ કરશે.બંને વિદ્યાર્થીઓએ વેગડવાવ હાઈસ્કૂલનું ગૌરવ વધારેલ છે.
જે આગામી સમયમાં રાષ્ટ્રીય કક્ષાએ ઉત્કૃષ્ટ દેખાવ કરે તેવી સમગ્ર ટીમ વતી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી