Friday, January 10, 2025

પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના લીંબાળા હેડવર્ક ખાતેથી 800 કિલો કોપર વાયરની ચોરી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વાંકાનેર: વાંકાનેરના લીંબાળાની ધાર પાસે આવેલ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના લીંબાળા હેડવર્ક ખાતેના પંપીંગ સ્ટેશનના કંપાઉન્ડમાથી કોઈ અજાણ્યો ચોર ઈસમ ૮૦૦ કિલો કોપર વાયર ચોરી કરી લઇ ગયો હોવાની વાકાનેર સીટી પોલીસ સ્ટેશનમા ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ અમદાવાદ જિલ્લાના વટવા ગામ ૧૪૭ ધર્મભૂમી સોસાયટીમાં રહેતા કોન્ટ્રાક્ટર (ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ) મુકેશભાઈ ભગવાનજીભાઈ મારવાણીયા ઉ.વ.૫૪ વાળાએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ વાકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૭-૧૨-૨૦૨૩ ના રોજ અજાણ્યા આરોપીઓએ રાત્રીના સમયે ફરીયાદીના ગુજરાત પાણીપુરવઠા અને ગટર વ્વસ્થા બોર્ડના લીંબાળા હેડવર્ક ખાતેના પંપીંગ સ્ટેશનના કમ્પાઉન્ડમાં પ્રવેશ કરી ચાલુ ટ્રાન્સફોર્મર -૪૦૦ કે.વી.એ.માંથી આશરે ૫૦૦ કીલો કોપર વાયર તથા સ્પેર ટ્રાન્સફોર્મર -૨૫૦ કે.વી.એ..માંથી આશરે ૩૦૦ કીલો કોપર વાયર મળી કુલ – ૮૦૦ કીલો કોપર વાયર જેની એક કીલોની કી.રૂ. ૬૦૦/- મળી કુલ ૮૦૦ કીલો કોપર વાયરની અંદાજીત કીંમત રૂપીયા ૪,૮૦,૦૦૦/- ની ચોરી કરી લઇ ગયો હતો. જેથી આ બનાવ અંગે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના કોન્ટ્રાકટર મુકેશભાઈએ આરોપી વિરુદ્ધ વાકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૪૫૭,૪૫૪,૩૮૦ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર